ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત છે તેવી રામચંદ્ર ગુહાની ટ્વીટનો જવાબ આપતા મુખ્યમંત્રી
આપણો સાંસ્કૃતિક વારસો મજબૂત છે આર્થિક ઈચ્છાઓ ઉંચી છે
અગાઉ અંગ્રેજો ભારતના ભાગલા પાડો ને રાજ કરોની નીતિ અપનાવતા હતા હવે અમીરો આ નીતિ અપનાવી રહ્યાં છે તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરતા જણાવ્યું હતું.
રાજચંદ્ર ગુહાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ગુજરાત ભલે આર્થિક, ઔદ્યોગિક રીતે આગળ હોય પણ સાંસ્કૃતિક રીતે પછાત છે અને બંગાળ ભલે આર્થિક પછાત રહ્યું પણ સંસ્કૃતિ, સંસ્કારમાં બહુ આગળ છે. આ ટ્વીટનો જવાબ આપતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, પહેલા અંગ્રેજો ભાગલા પાડો ને રાજ કરોની નીતિ અપનાવતા હતા. હવે આવી નીતિ અમીરો અપનાવી રહ્યાં છે.
રૂપાણીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, આવી તરકીબો, પ્રયાસો સામે ભારત પાછો પડશે નહીં, ગુજરાત મહાન છે, બંગાળ પણ મહાન છે, ભારત એક છે. આપરો સાંસ્કૃતિક વારસો, ધરોહર મજબૂત છે અને આપણી આર્થિક ઈચ્છાઓ ઊંચી છે. એટલે કોઈ ગુજરાત વિરુધ્ધ આવા પ્રચાર કરશે તો તેના આ પ્રયાસો સફળ નહીં થાય.
મુખ્યમંત્રીના આ ટ્વીટને વધાવી કેટલાય યુવાનો લોકોએ ટ્વીટ કરી મુખ્યમંત્રીના જવાબને વધાવ્યો હતો અને જણાવ્યું કે, અમે ૨૦૨૧માં પણ તમને જ મત આપી સત્તા પર બેસાડીશું તમે ગુહાને જબ્બર થપ્પડ મારી છે એમ મલ્હાર પટેલ નામના એક યુવાને ટ્વીટ કરી હતી. અન્ય કેટલાય લોકોએ ટવીટ કરી મુખ્યમંત્રીના જડબાતોડ જવાબને આવકાર્યો હતો.