IIM અમદાવાદ દવારા હાથ ધરાયો સર્વે : પશુઓના સંવર્ધન માટે લોકો આગળ આવ્યા
કહેવાય છે કે ગૌમાતામાં 33 કરોડ દેવી-દેવતાઓનું વાસ રહેલો છે અને તેને માતા તરીકે પણ પૂજવવામાં આવે છે પરંતુ ચોકાવનારી વાત તો એ છે કે, જ્યારે દાનની સરવાણી રહેતી હોય તો તે હાલ વફાદારી કરનાર સ્વનો પર છે. અત્યાર સુધી ગૌમાતાને વધુને વધુ દાન મળતું હતું પરંતુ હવે શહેરી વિસ્તારમાં વફાદારી કરનાર શ્વાનને વધુ દાન મળી રહ્યું છે જે અંગેનો સર્વે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. ગૌ માતાને જે દાન મળે છે તેનાથી અઢી ગણું વધુ દાન હવે શ્વાનને મળી રહ્યું છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના પ્રોફેસર એ જણાવ્યું હતું કે ગુજરાત અને સમગ્ર ભારતના લોકો પશુ સંવર્ધન માટે ખરા અર્થમાં આગળ આવી રહ્યા છે. વ્યક્તિગત સરેરાશ લોકો રૂપિયા 1,000 નું દાન આપતા હતા જેમાં 60 ટકાનો વધારો નોંધાયો છે અને તે દાનની રકમ રૂપિયા 1,600 સુધી પહોંચી ગઈ છે એટલું જ નહીં ઘણા દાન દેના લોકો વર્ષમાં એક થી વધુ વખત પશુ સંવર્ધન માટે દાન આપી રહ્યા છે.
પ્રોફેસર સૌરવ બોરા ના જણાવ્યા અનુસાર આ અંગેની વિગત તેઓને વિવિધ ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મ મારફતે મળી હતી. બીજી તરફ કોવીડ બાદ પશુ સંવર્ધનના જતન માટે દાન દેનાર લોકોની સંખ્યામાં વધારો નોંધાયો છે એટલું જ નહીં હાલ જે સ્થિતિ ઉદ્ભવિત થઈ છે તે મુજબ કોઈપણ સમયે જ્યારે દેશમાં આફત આવે તે સમયે દાન દેના લોકોની સંખ્યામાં સતત વધારો જોવા મળતો હોય છે અને તેઓનો એક જ લક્ષ્ય હોય કે પશુ સંવર્ધન કઈ રીતે શક્ય બને.