રાજકોટમાં ચાતુર્માસ પૂર્વે નિખાલસ ધર્મચર્ચા કરતા પૂ.નમ્રમુનિ મ.સા.
રાજકોટમાં રવિવારે સમૂહ ચાતુર્માસ પ્રવેશ યોજાવાનો છે તે પૂર્વે નમ્રમુનિ મ.સા. પત્રકારો સાથે નિખાલસ મને ચર્ચા સાથો સાથ તેમના આગામી કાર્યક્રમો વિશે માહિતગાર કર્યા હતા. જેમાં ખાસ તેમનો મુખ્ય ઉદ્દેશ ધર્મ સાથે સેવાયજ્ઞનો રહેલો છે. આ ઉપરાંત ગુરૂ અને શિષ્યના સંબંધ ઉપર માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ સમાજને સંદેશો આપતા જણાવ્યું હતું કે, દરેક લોકોએ પોતાનો સ્વાર્થ નહીં પરંતુ સામાજીક હિત માટે કાર્ય કરવું જોઈએ.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેઓ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્તિ રહેનાર છે. તે દરમિયાન સાધુ-સંતો માટે પગદંડી બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેના માટે તેઓને બિરદાવવાનો ઉપરાંત ઘેટા-બકરાની વિદેશમાં થતી નિકાસ માટે ધ્યાન દોરવું અબોલ જીવોને બચાવવા માટે જીવદયા કાર્યો વધુને વધુ સહકાર મળે તે માટે ખાસ વિનંતી કરવામાં આવશે.
વધુમાં નમ્રમુની મ.સા.એ જણાવ્યું હતું કે, વ્યસન મુક્તિ તેઓનું વિશિષ્ટ અભિયાન છે. આ ચાતુર્માસ દરમિયાન સમગ્ર સમાજ માટે આ સંદેશો વહેતો મુકવાના છે. વ્યસની માત્ર ઘર જ નહીં સમાજ પણ બરબાદીના માર્ગે છે. આથી તેઓને વ્યસન મુક્ત બનાવવા અભિયાન છેડયું છે.
આ પત્રકાર પરિષદમાં ચંદ્રકાંતભાઈ શેઠ, પ્રવિણ કોઠારી, ડોલરભાઈ કોઠારી, મનોજભાઈ ડેલીવાળા સહિતના જૈન અગ્રણીઓ ઉપસ્તિ રહ્યાં હતા.