ઇન્સ્ટન્ટ મલ્ટીમીડિયા મેસેજિંગ એપ્લિકેશન WhatsAppએ પોતાના અવનવા અને આકર્ષક ફીચર દ્વારા અબજો યુઝર્સને આકર્ષિત કર્યા છે ત્યારે હવે WhatsAppએ એક સાથે ત્રણ નવા સિક્યોરિટી ફીચર્સ લૉન્ચ કર્યા છે. આ નવા સિક્યોરિટી ફીચર્સ આવ્યા બાદ લાખો પ્રયાસો છતાં પણ પર્સનલ મેસેજ વાંચી શકાશે નહીં નવું અપડેટ ખાસ કરીને એપની ગોપનીયતા અને સુરક્ષા માટે છે.આ ત્રણેય ફીચર્સ મેળવવા માટે તમે તમારી WhatsApp એપને અપડેટ કરી શકો છો.
૧) એકાઉન્ટ પ્રોટેક્ટ
વોટ્સએપ અનુસાર, ઓનલાઈન ચેટ અને ચર્ચાઓ ખાનગી અને સુરક્ષિત હોવી જોઈએ. આ માટે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન જેવી ઘણી સુવિધાઓ પણ રજૂ કરવામાં આવી છે. વોટ્સએપે તેના એક બ્લોગ દ્વારા નવા ફીચર વિશે માહિતી આપી છે. આ ત્રણેય નવા ફીચર્સ iOS અને Android બંને યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યા છે. વોટ્સએપના નવા સિક્યોરિટી ફીચર્સમાંથી એકનું નામ એકાઉન્ટ પ્રોટેક્ટ રાખવામાં આવ્યું છે. હવે નવા ફોનમાં વોટ્સએપ સેટઅપ કરતી વખતે યુઝર્સને જૂના ડિવાઈસ પર એલર્ટ બતાવવામાં આવશે અને મંજૂરી લેવામાં આવશે જેથી તેની જાણકારી વગર એકાઉન્ટ એક્સેસ ન કરી શકાય.
૨.) ડિવાઈસ વેરિફિકેશન
બીજા ફિચરનું નામ છે ડિવાઈસ વેરિફિકેશન જે બેકગ્રાઉન્ડમાં કામ કરશે જેનાથી હેકર્સને કોઈ મેસેજની ઍક્સેસ પણ મળશે નહીં. તે સંદેશાઓને ઍક્સેસ કરવા માટે કોઈ માલવેર (માલવેર એ સૉફ્ટવેર છે જે ખાસ કરીને કમ્પ્યુટર અથવા તેમાં ઇન્સ્ટોલ કરેલા અન્ય સૉફ્ટવેરને નુકસાન પહોંચાડવા માટે રચાયેલ છે) નો ઉપયોગ ન થાય તેની ખાતરી કરવા માટે બેકગ્રાઉન્ડમાં કામ કરશે. આ ફીચર અનધિકૃત એપ્લિકેશન અથવા WhatsApp ક્લોન એપ્લિકેશન્સને સ્કેન કરશે એટલે કે, જો કોઈ સ્કેમર અથવા હેકર સ્પાયવેર અથવા માલવેરની મદદથી એકાઉન્ટમાં પ્રવેશ કરવા માંગે છે, તો તે કરી શકશે નહીં.
૩) ઓટોમેટિક સિક્યોરિટી કોડ
ત્રીજા ફીચર તરીકે ઓટોમેટિક સિક્યોરિટી કોડ નામનું ફીચર રજૂ કરવામાં આવ્યું છે. આ ફીચર તમે વાસ્તવિક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો કે નહીં તેની માહિતી આપશે. આ કોડ વપરાશકર્તાની પ્રોફાઇલમાં મળી શકે છે. અત્યાર સુધી આ જાતે કરવું શક્ય હતું પરંતુ હવે તે ઓટોમેટેડ રીતે કરી શકાય છે. આ કોડ વપરાશકર્તાની પ્રોફાઇલની મુલાકાત લીધા પછી દેખાશે અને KeyTransparency સાથે વપરાશકર્તાઓ કોડને ચકાસી શકશે અને ચેટિંગ દરમિયાન નક્કી કરી શકશે કે અન્ય કોઈ તેમના સંદેશા વાંચી શકશે નહીં.
આ ત્રણ ફીચર વિશે વાચ્યા બાદ એટલું તો સમજી શકાય કે હવે ચીટીંગ કરનારા અથવા તો હેકર્સની ખેર રહેશે નહિ. જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વોટ્સએપનો ઉપયોગ કરો છો, તો તમારા માટે નવા ફીચર્સ લાવવામાં આવ્યા છે અને તમારી એકમાત્ર એપને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરવાની રહેશે. જો કે, iOS પ્લેટફોર્મ પર તમામ સુવિધાઓને રોલઆઉટ કરવામાં થોડા મહિનાનો સમય લાગી શકે છે.