ભાજપે પણ તમામ કાર્યક્રમો સ્થગિત કર્યા છે: મુખ્યમંત્રી રૂપાણી

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની જનતાને જણાવ્યું છે કે કોઇએ ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી જરૂરી છે.વધી રહેલા કોરોના કેસ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કેટલાક દ્વારા ચુંટણીમાં કે રાજકીય કાર્યક્રમોના કારણે રાજયમાં કોરોના વધી રહ્યો છે. તેવી વાતો થાય છે તે સત્ય નથી. ચુંટણી યોજાઇ નથી તેવા રાજયોમાં પણ કોરોના કેસો વધી રહ્યા છે. પંજાબ અને મહારાષ્ટ્રમાં ચુંટણી ન હતી ત્યાં પણ અઢી હજાર કેસ થયા છે. એટલે ચુંટણી કે રાજકીય કાર્યક્રમોના કારણે કોરોના વઘ્યો એવું નથી.

છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસ વઘ્યા છે અને માસ્ક કે રસી એક જ ઉપાય નથી. લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજયમાં જેટલા કોરોના કેસ આવે છે તેના પાંચ ગણા બેડની વ્યવસ્થા તૈયાર રાખવા આદેશ કરાયા છે. બીજા રાજયમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓનું સ્ક્રીંનીગ કરવામાં આવી રહ્યું છે.

સરકાર સાથે ભાજપે પણ તમામ કાર્યક્રમો સ્થગિત કર્યા છે તેમ જણાવી મુખ્યમંત્રીએ લોકોને પણ સાવચેતી રાખવા ખાસ અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.