સુરેન્દ્રનગર જિલ્લા મથકને જોડતો સ્ટેટ હાઇવે બિસ્માર છે. વઢવાણ વડોદ સ્ટેટ હાઇવે નેશનલ હાઇવેથી 15 કીમીનો જિલ્લાને જોડતો સૌથી ટૂંકો માર્ગ છે. પરંતુ વઢવાણ, વાઘેલા, ટીંબા, કારીયાણી ગામોમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે. અમુક જગ્યાએ તો રસ્તા પર વાહનો ડીસ્કો કરતા નજરે પડે છે.
હાલ સુરેન્દ્રનગર ચુડા ખાનગી બસ દર કલાકે દોડી રહી છે.જ્યારે ડમ્પરોની ખનીજ ચોરીને કારણે ઓવરલોડ નીકળે છે. ત્યારે ઠેર ઠેર રસ્તા પર ગાબડા પડ્યા છે.જેનાથી અકસ્માતોનો ભય ઉભો થયો છે. આથી 10 ગામોના 10 હજાર મુસાફરો માટે રસ્તાનું નવીનીકરણ થાય તેવી માંગ ઉઠી છે.
વઢવાણ વડોદ સ્ટેટ હાઇવે ચૂટણી સમયે થાગડથીગડ કરીને રીપેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મત મેળવીને લોકસભા ચૂટણી ટાણે આ સ્થિતિ જૈસે થે થવાની છે. વઢવાણ, વાઘેલા,ટીંબા, કારીયાણી, ટુવાના હજારો લોકોને અવરજવરમાં મુશ્કેલી પડ છે.આ અંગે માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત સહિતની કચેરીમાં વખતોવખત રજૂઆત કરી છે. પણ કંઇ વળતું નથી તેવો લોકોમાં વસવસો ફેલાયો છે.