ધારાસભ્ય ગીતાબા જાડેજાની રજૂઆત સફળ છતા પૂર્ણ અમલની જરૂર
છેલ્લા કેટલાક વરસો થી કેપીટલ ગણાતા ગોંડલ ને એસ.ટી તંત્ર દ્વારા બાયપાસ કરી થઈ રહેલા અન્યાય સામે ધારાસભ્યે ઝુંબેશ શરુ કરી તંત્ર નો કાન આમળતા આખરે એસ.ટી નિગમ ના મુખ્ય અધિકારી દ્વારા રાજ્ય ના તમામ ડીવીઝન ને ગોંડલ બસસ્ટેન્ડ મા સ્ટોપ આપવા હુકમ કરાયો છે.જોકે હુકમ ની અમલવારી માં કેટલાક ડીવીઝન તથા ડેપો મેનેજર દ્વારા ઠાગાઠૈયા થઈ રહ્યા ની વિગતો પણ બહાર આવી છે.
ગોંડલ મા અંદાજે 200 થી વધુ એસ.ટી બસો કોઈ કારણ વગર બાયપાસ થઈ રહી હોય ધારાસભ્ય ગીતાબા જાડેજાએ એસ.ટી ડીવીઝન ના ઉચ્ચ અધિકારીઓ તથા વાહન વ્યવહાર મંત્રી ઉપરાંત મુખ્ય મંત્રી ને સરાજાહેર અન્યાય અંગે તાકીદ ની રજુઆતો કરી હતી.વધુ માં આગેવાનો રાજેન્દ્રસિંહ જાડેજા તથા જીતુભાઇ આચાર્ય દ્વારા સ્ટીંગ ઓપરેશન હાથ ધરી બસ મા મુસાફર બની ગોંડલ બાયપાસ થતી બસો ને ગોંડલ થોભવા ફરજ પડાઇ હતી.
જેના ઘેરા પડઘા પડ્યા હોય તેમ વાહનવ્યવહાર નિગમ ના મુખ્ય પરીવહન અને વાહીજ્ય વ્યવસ્થાપક ડી.એમ.જેઠવા દ્વારા રાજ્ય ના તમામ 16 ડીવીઝન ના અધિકારીઓ ને સતાવાર સ્ટોપ ધરાવતી બસો ને ગોંડલ સ્ટોપ આપવા આદેશ કરાયા છે.તેમણે કંડક્ટર પાસે ના ઇબીટીએમ મશીન મા કોઈ પણ આદેશ વગર ગોંડલ બાયપાસ ના મનસ્વી ઉલ્લેખ અંગે પણ નારાજગી વ્યક્ત કરી આદેશ ના ઉલંઘન અંગે ગંભીર નોંધ લેવાશે તેવુ જણાવ્યુ છે.
આમ ધારાસભ્ય ગીતાબા જાડેજા ની રજુઆત સફળ જરુર થઈ છે પણ કેટલાક ડેપો મેનેજર દ્વારા થઈ રહેલી અવળચંડાઇ હજુ યથાવત રહી છે.ખાસ કરીને જુનાગઢ ડીવીઝન માટે ગોંડલ પ્રત્યે અણગમો હોય તેમ ઉપલેટા કવાંટ, કેશોદ સુરત,સોમનાથ વિજાપુર, નાથદ્વારા, કપડવંજ સહિત ની બસો સ્ટોપ હોવા છતા બારોબાર દોડી રહી છે.
ખરેખર તો ગોંડલ માટે અક્ષરમંદિર, કોલેજ ચોક તથા બસસ્ટેન્ડ સતાવાર સ્ટોપ છે.બાયપાસ સ્ટોપ નો કોઈ ઉલ્લેખ કે અર્થ ના હોવા છતા બસ ના કંડક્ટર ડ્રાઇવરો ગોંડલ બસસ્ટેન્ડ ની ટીકીટ આપી મુસાફરો ને મનસ્વી રીતે બાયપાસ ઉતરવા ફરજ પાડી રહ્યા છે.બાયપાસ પર પાસ કોઈ સગવડતા પણ ના હોય નોંધારી હાલત મા શહેર મા આવવા સો થી દોઢસો રુપીયા રીક્ષાભાડુ ચુકવવુ પડે છે.બીજી બાજુ કરોડો ના ખર્ચે નવનિર્મિત બસસ્ટેન્ડ શોભાના ગાંઠીયા સમુ બની રહ્યુ છે
વાસ્તવ મા જુનાગઢ તરફ થી આવતી બસો એ જેતપુર રોડ સાંઢીયાપુલ થી ગોંડલ બસસ્ટેન્ડ અને રાજકોટ તરફ થી આવતી બસો એ આશાપુરા અંડરબ્રિજ થઈ કોલેજ ચોક થી બસસ્ટેન્ડ આવવાનુ રહે છે.પણ કોઈ અગમ્ય આળશ ને કારણે બસસ્ટેન્ડ બાયપાસ કરી બસો બારોબાર દોડી રહી છે.આવી આળસ દાખવતા ડ્રાઇવર કંડક્ટર સામે આકરા પગલા ભરવા માંગ ઉઠી છે.