કાલાવડ તાલુકા પંચાયતની ચૂંટણીમાં એક પણ રાજકીય પક્ષને બહુમતી ન મળતાં સતાની સાંઠમારી સર્જાઇ છે. કારણ કે, કુલ 18માંથી ભાજપને 8, કોંગ્રેસને 7 બેઠક મળતાં ખેંચતાણ શરૂ થઇ છે. આમ આદમી પાર્ટી અને અપક્ષ કોને સાથ આપશે તેના પર મીટ મંડાઇ છે. કાલાવડ તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠક છે. પંચાયતમાં શાસનધૂરા સંભાળવા માટે 9 બેઠક જરૂરી છે. પરંતુ તાલુકા પંચાયતમાં ભાજપને 8, કોંગ્રેસને 7, આમ આદમી પાર્ટીને 2 અને અપક્ષને 1 બેઠક મળતા કોઇને સ્પષ્ટ બહુમતી મળી નથી. આથી પંચાયતમાં શાસન માટે ખેંચતાણ શરૂ થઇ છે. ચૂંટાયેલા સભ્યોને પોતાની સાથે રાખવા ભાજપ અને કોંગ્રેસે ગોઠવણ શરૂ કરી છે. પરંતુ આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવાર કોનો સાથ આપશે તેના પર મીટ મંડાઇ છે.
Trending
- મામા ગોવિંદા અને ભત્રીજા કૃષ્ણના અણબનાવનો અંત, આવી રીતે થયું સમાધાન
- સુરત: ટુ વ્હીલર અને ફોર વ્હીલરની નકલી આરસી બુક તૈયાર કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ
- ઠંડીમાં વધી શકે છે દાંતનો દુખાવો,અપનાવો દાદીના ઘરેલું નુસખા
- સિંહ દર્શન પહેલા જાણો સિંહોના ટાઈમટેબલ વિશે
- અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોને ટોલ પ્લાઝાનાં ભાવમાં થયો વધારો
- શિયાળામાં 2 મહિના સુધી મળે છે આ ચમત્કારિક ફળ, સ્વાસ્થ્ય માટે રામબાણ
- ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે આંદામાન નિકોબારના દરિયામાંથી ડ્રગ્સની સૌથી મોટી ખેપ ઝડપી
- ગુજરાતના આ જિલ્લામાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ !