ભારતનો સોનાની ચકલી તો કહેવામાં આવે જ છે. પરંતુ જ્ઞાનનો ભંડાર પણ કહેવામાં આવે છે. હમેંશા માટે ભારતની ધરતી પર મહાન પંડિત, જ્ઞાનીઓ અને વૈજ્ઞાનીકો જ જન્મ લ્યે છે. જે લોકોએ આખી દુનિયામાં નામ રોશન કર્યુ છે. આજે આપણે એવી શોધ વિશે જે દુનિયામાં ભારત સિવાય કોઇ નથી કરી શક્યુ…
૧- શુન્યની શોધ
ગણિતનો અત્યંત જરુરી અંક શુન્ય છે તેની શોધ ભારતમાં થઇ છે. શુન્યની શોધ ભારતના મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે કરી છે. આર્યભટ્ટનો જન્મ બિહારના પાટલી પુત્રમાં થયો છે. આર્યભટ્ટે શુન્યની શોધ કરીને આખી દુનિયાને વિચારવા માટે મજબુર કરી નાખી હતી. ચોખ્ખી જ વાત છે. કે શુન્ય વગર ગણિતની કલ્પના પણ કરી શકાય એમ ન હતી. આર્યભટ્ટે ભારતનુંના નામ ઇતિહાસ પન્ના પર લખાવ્યુ હતું.
૨- piની વ્યાખ્યા
જનરલી આપણે ગણિતમાં piની વેલ્યુ (૩.૧૪૧૬) વાંચી છે. પરંતુ આપણે કોઇ દિવસ વિચાર્યુ કે piની વેલ્યુ આવી કેવી રીતે અને તેની શોધ કેમ થઇ. pi નો જન્મ ભારતમાં થયો છે અને તેની શોધ પણ આર્યભટ્કરી છે આર્યભટ્સૌ થી પહેલા pi ની વેલ્યુ કહી હતી અને તેની વ્યાખ્યા પણ દુનિયાની સામે રાખી હતી.