21 મી સદીના વિશ્વમાં સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત એહવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ પણે પર્યાણ જારી રાખ્યું છે વૈશ્વિક મંચ પર ભારતની સ્થિતિ વધુ મજબૂત બની રહી છે ભારતના સકારાત્મક વલણ અને “વસુદેવ કુટુંબકમ”ની ભાવનાથી ભારતના મૈત્રી ભાવ અને નબળાને મદદરૂપ થવાની ઉદારતા ને લઈને વિશ્વભરના વિકસિત અલ્પ વિકસિત અને આર્થિક પછાત દેશોમાં ભારતનું માન અને મહત્વ વધી રહ્યું છે ત્યારે ભારતના હિતશત્રુઓ ને પેટમાં ચૂક આવે તે સ્વાભાવિક છે .
ભારત વિશ્વ ગુરુની ભૂમિકામાં દિવસે દિવસે વધુને વધુ મજબૂત રીતે પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે .આંતકવાદ ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યા ના ઉકેલ માટે ભારત પાસે નક્કર વિચાર અને આયોજન છે.
વિશ્વના દેશો વૈશ્વિક આંતકવાદ અને ગ્લોબલ વોર્મિંગ ના ઉકેલ માટેના ભારતના સૂચનો આવકારવા લાગ્યા છે, વળી નબળા દેશોને મદદરૂપ થવાની ભારતની ભાવના નો અફઘાનિસ્તાન તો ઠીક પણ વર્ષોથી ભારત સામે પ્રોક્ષી વોર લડી રહેલા પાકિસ્તાનને જરૂર પડે ત્યારે માનવ સહાય અને રોટલા નો ટેકો આપવામાં ભારત ક્યારેય પાછી પાની કરતું નથી. એક જમાનો હતો કે વિશ્વના દેશો રશિયા અમેરિકા ઇંગ્લેન્ડ જેવા મોટા દેશો ની મૈત્રી માટે તત્પર રહેતા હવે આ જ બધા મોટા દેશો ભારતની મૈત્રી માટે ઉત્સુક બન્યા છે
રસિયા અમેરિકા બ્રિટન ઓસ્ટ્રેલિયા અખાતના દેશો દક્ષિણ આફ્રિકા જેવા દૂર સુધીના દેશો સાથે ભારતના વેપાર અને રાજગારી સંબંધો અત્યારે સુવર્ણયુગ ભોગવી રહ્યા છે ,તેવા સંજોગોમાં ચીનને ચૂક આવે તે નવાઈની વાત નથી પરંતુ સમય બદલાયો છે ચીન અત્યાર સુધી વિસ્તાર વાદ,ચીન બહારના પ્રાંતોને પોતાના ગણી હડપ કરી દેવાની જૂની કુટનીતિમાં માં હવે ફાવતું નથી.
અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ ગણાવનાર ચીનને અમેરિકાએ રોકડું પરખાવીને ભારતનો પક્ષ લઈ અમેરિકાએ ચીનને તેની હેસિયતની સાથે સાથે ભારતની ગરિમાનો પરિચય આપી દીધો છે …અરુણાચલ પ્રદેશને લઈને અમેરિકાએ મોટું નિવેદન આપ્યું છે. અરુણાચલ પ્રદેશ પર ચીનના ખોટા દાવા પર ચીનને આડે હાથ લેતા અમેરિકાએ સ્પષ્ટપણે કહ્યું છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે. અમેરિકા તેને ભારતના રાજ્ય તરીકે જ ઓળખે છે. યુએસ અરુણાચલ પ્રદેશને ભારતીય ક્ષેત્ર તરીકે જ માન્યતા આપે છે અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર પ્રાદેશિક દાવા કરવાના કોઈપણ પ્રયાસોનો સખત વિરોધ કરે છે. અમેરિકાના આ નિવેદનથી ચીનને તેની સ્થિતિનો ખ્યાલ આવી જશે ભારતે હંમેશા અરુણાચલ પ્રદેશ પર ચીનના ખોટા દાવાનો સખત વિરોધ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલની મુલાકાતને લઈને ચીનની સેનાએ રાજ્ય પર પોતાના દાવાને લઈ કાગારોડ કરી મૂકી છે પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે અને ચીનની દાદાગીરી નહીં ચાલે તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ અરુણાચલ પ્રદેશમાં 13,000 ફૂટની ઉંચાઈ પર બનેલી સેલા ટનલ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ ટનલ વ્યૂહાત્મક રીતે સ્થિત તવાંગને તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે અને સરહદી વિસ્તારોમાં સૈનિકોની વધુ સારી અવરજવરમાં પણ મદદ કરશે. ચીનના અરુણાચલ પ્રદેશના દાવાનો ભારત જવાબ આપે તે પહેલા અમેરિકાએ ચીનની આ ગુસ્તાખી અંગે તેની જગ્યા બતાવી દીધી છે તે ભારતનો વૈશ્વિક ફલક પર દબદબા નો પુરાવો ગણી શકાય વિશ્વની મોટી લોકશાહી આર્થિક મહાસત્તા ની સાથે સાથે વૈશ્વિક મંચ પર રાજદ્વારી અને સર્વ ભૌમત્વની સધ્ધરતા માં પણ સશક્ત બનીને વિશ્વ ગુરુની ભૂમિકામાં આવી રહી છે