સરકાર દ્વારા કોરોના સંક્રમણ રોકવાના હેતુથી બજારો માટે નિયંત્રણોનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. અને જેમાં દુકાનો માટે સવારે 9 થી 3 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે.
કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે અને એથી રાજય સરકારે આ વ્યવસ્થા કરી છે જેથી નાના વેપારીઓ તેમજ સ્વરોજગારીથી ગુજરાન ચલાવતા લોકોની કથળેલી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય અને થોડા ઘણે અંશે નાણાભીડ હળવી થાય.
આ જાહેરનામામાં માનવતા ભરેલ અભિગમનો ઉલ્લેખ છે. પણ રાજકોટમાં એનો કેટલાક કિસ્સામાં અતિરેક પણ જોવા મળેલ છે. રાજકોટએ સૌરાષ્ટ્રનું મોખરાનું શહેર છે. અને આજુબાજુનાં વિસ્તારોમાં થઈ અનેક ગ્રાહકો ખરીદી માટે આવે છે. આપના શહેરમાં આશરે 50 હજાર જેટલા વ્યવસ્થા અને વેપાર આવેલા છે.સ્વાભાવિક છે કે કયારેક કોઈ દુકાન કે વ્યવસાયના સ્થળે વ્યસ્તતાને કારણે દુકાનના બધા કરતા થોડુ મોડુ થઈ જાય તો તેવી બાબતને અપવાદરૂપ ગણવી જોઈએ. આ બધા વેપારીઓ છે.કાયદેસર કરવેરાભરનાર પ્રમાણિક નાગરિકો છે.
કાયદાનું પાલન કરનારાઓ છે.દુકાન 15 મિનિટ કે 30 મીનીટ વધુ ચાલુ રાખીને સમજ વિરોધી કોઈ ગુનાહિત કૃત્ય કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી હોતો. આમની દુકાનો સિલ કરવી પડે અને તેમને 2/3 દિવસ માટે વેપાર ધંધો બંધ કરવા સુધીના દંડની કાર્યવાહી એ માનવતા ભરેલ અભિગમ વિરૂધ્ધની કાર્યવાહી છે.
સાહેબ આ સાંપ્રત સમયનો કરફયુ કોરોના સંક્રમણ રોકવાની ઝુંબેશનો ભાગ છે, અને આજ વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન કરી ગંભીર પરિસ્થિતિમાં પોતાના ધંધા બંધ રાખીને યોગદાન આપેલ છે. તે પણ જોવું જોઈએ. તેવી જિલ્લા કલેકટર પોલીસ કમિશ્નર અને મ્યુ. કમિશ્નરનેગુજરાત ટ્રેડર્સ ફેડરેશનનાં સૌરાષ્ટ્રઝોનના પ્રમુખ શીવલાલ બારસીયા અને સેક્રેટરી જયેશ તન્નાએ રજૂઆત કરી છે.