- રાજસ્થાનના ડે.સી.એમ. દિયાકુમારી રાજકોટ, ટંકારા, જામનગર, જામકંડોરણા, જેતપુર અને ગોંડલમાં પ્રવાસ કરશે
મધ્યપ્રદેાના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુકલ અને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારી આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે
મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુકલ આજે છોટાઉદેપુર લોકસભા ક્ષેત્રનાં જેતપુર વિધાનસભા ક્ષેત્રના યુવા સંમેલનમાં ચૂંટણી વ્યવસ્થાપન સમિતિ અને કોર કમિટીની બેઠકમાં હાજરી આપશે. કુબેર ભંડારીજી મંદિરના દર્શન કરશે આવતીકાલે શનિવારે તેઓ ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી વ્યવસ્થાપન સમિતિની બેઠક તથા કોર કમિટીની બેઠકમાં ઉપરાંત ઉદ્યોગપતિઓ સાથેની બેઠકમાં હાજરી આપશે. વડોદરામાં કારેલી બાગ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરશે. શ્રી સરદાર કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નો આરંભ કરાવશે અન્ય સમાજના આગેવાનો સાથે સંવાદ કરશે અને પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહેશે.
જયારે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીનું સવારે 11.30 કલાકે હિરાસર એરપોર્ટ ખાતે આગમન થયું હતુ. રાજકોટમાં આજે તેઓ પૂ. પરમાત્માનંદજી આશ્રમ ખાતે દર્શન કરશે. ટંકારામાં બપોરે ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજાશે.
આવતીકાલે શનિવારે જામનગરમાં ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ચૂંટણી વ્યવસ્થાપન સમિતિ અને કોર કમિટીની બેઠકમાં હાજરી આપશે. ખંભાળીયા હાઈવે પર સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે યોજાનારા યુવા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ચેમ્બર ઓફ કોમર્સનાં હોલ ખાતે બૌધ્ધીક મલિાઓ સાથે બેઠક કરશે. આગામી રવિવારે તેઓ જામકંડોરણા ખાતે સરદાર પટેલ કોમ્યુનિટી હોલ ખાતે મહિલા સંમેલનમાં હાજરી આપશે. જેતપુરમાં ગૌશાળાની મુલાકાત લેશે અને ક્ધયા છાત્રાલયની છોકરીઓ સાથે મૂલાકાત કરશે ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે મારવાડી સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહેશે.
ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની જોર શોરથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
ભાજપે પ્રદેશ ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક તરીકે કરી આઇ.કે. જાડેજાની નિયુકિત
સહસંયોજક તરીકે જયસિંહ ચૌહાણ, જગદીશ પટેલ, પ્રદિપ પરમાર અને ભરત આર્યને જવાબદારી સોંપાઇ
લોકસભાની આગામી ચુંટણી સંદર્ભે ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પ્રદેશ ચુંટણી પ્રબંધન સમિતિના સંયોજક અને સહ સંયોજકોના નામોની જાહેરાત કરી છે.
રાજય સરકારના પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ આઇ.કે. જાડેજાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓને સંયોજક બનાવવામાં આવ્યા છે.
જયારે પ્રદેશ સહ સંયોજક તરીકે પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાઘ્યક્ષ જયસિંહ ચૌહાણ ઉપરાંત પાટણ જિલ્લાના પ્રભારી પૂર્વ ધારાસભ્ય જગદીશભાઇ પટેલ, પૂર્વ મંત્રી પ્રદિપભાઇ પરમાર અને બોટાદ જીલ્લા ભાજપના પ્રભારી અને પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ ભરતભાઇ આર્યની નિયુકિત કરવામાં આવી છે. દરમિયાન આજે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા સંયોજક સાથે એક મહત્વપુર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે આઇ.કે. જાડેજા દિલ્હી પહોંચી ગયા છે.
સંયોજકો સાથેની બેઠક બાદ ભાજપ ઉમેદવારોમાં નામની પ્રથમ યાદી જાહેર કરે તેવી સંભાવના જણાય રહી છે.