- ખાંભા ગીરના હનુમાનગાળા મંદિર બંધ કરવાની કોઈ સૂચના અપાય જ નથી: રાજદીપસિંહ ઝાલા
- હનુમાન ગાળા મંદિર બંધ કરવાની હિલચાલના પગલે ભાવિકોમાં રોષ અને ખાંભા ગામ સ્વયંભુ બંધ રહ્યું
સૌરાષ્ટ્રના તીર્થક્ષેત્રમાં અતિ પૌરાણિક ગણાતા ખાંભા ગીરના ગાઢ જંગલમાં આવેલ હનુમાનગાળા મંદિરને બંધ કરવાનો વન વિભાગ એ નિર્ણય લીધો હોવાની ચર્ચાએભાવિકોમાં ભારે રોસ ફેલાવ્યો હતો. અને ખાંભા શહેરની દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખીને આખા ગામે સજળ બંધ પાડ્યું હતું. ત્યારે આ બનાવ અંગે વન અધિકારીઓએ ઘટસ્પોટ કર્યો હતો કે હનુમાનગાળા ને બંધ કરવા માટે વન તંત્રએ કોઈને પણ લેખિત મૌખિક કે નોટિસ સુચના આપી જ નથી નાયબ વંશરક્ષક રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું હતું
હનુમાન ગાળા બચાવ સમિતિ દ્વારા હનુમાન ગાળાને બંધ કરવાની કથિત હિલચાલ સામે વિરોધ ઉઠાવ્યો હતો. રેવન્યુ બોર્ડર થી સાડા ત્રણ કિલોમીટર અંતરે આવેલ અનુમાન ગાળા આજુબાજુ નો વિસ્તાર ગીર નો વિસ્તાર હોય અને ભાવિકોને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી દર્શન માટે જવા દેવામાં આવે છે રાત્રિ રોકાણની મંજૂરી આપવામાં આવતી નથી તાજેતરમાં સ્થાનિક લોકો દ્વારા હનુમાન ગાળાની ધાર્મિક જગ્યા વન વિભાગ દ્વારા બંધ કરાશે તે મુદ્દાને લઈને ભાવિકોમાં નારાજગી ઊભી થઈ હતી. અને ખાંભા ખાતે પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર ધારાસભ્ય જેવી કાકડિયા ની આગેવાનીમાં અનુમાન ગાળા ઉત્કર્ષ સમિતિ ના રમેશભાઈ બોઘરા એ રેલી યોજી વન અધિકારી દ્વારા હનુમાન ગાળા મંદિર બંધ કરાવવાની હિલચાલ કરી હોવાની ફરિયાદ ઉઠાવી હતી ખાંભા માર્કેટિંગ યાર્ડ થી મામલતદાર કચેરી સુધી રેલીમાં ભાજપના નેતા અમરીશ ડેર ધારાસભ્ય જે.વી કાકડિયા એ વરસતા વરસાદે સરકાર સાથે રેલી યોજી આહિરચાલનો વિરોધ કર્યો હતો. અમરીશભાઈ ડેર અને જેવી કાકડીયાએ મામલતદાર કચેરી જઈ અનુમાન ગાળા મંદિર આશ્રમ બંધ કરવા સામે મામલતદારને આવેદન આપ્યું હતુંઆ આંદોલનના પગલે ક્યાંક લોકોને ગેરસમજ થયો હોવાનું સામે આવ્યું છે ,લોકો દ્વારા હનુમાન ગાળાની ધાર્મિક જગ્યા વન વિભાગ દ્વારા બં કરવામાં આવી રહી છે છે તેમજ હવે પછી કોઈ પણ દર્શનાર્થે દર્શને જવા માટે રજા આપવામાં નહીં આવે તેવી ચર્ચા અંગે ધારી વન વિભાગના તુલસીશ્યામ રેન્જ ના નાયબવન સંરક્ષણ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે હનુમાન ગાળા બંધ કરવા બાબતે વનતંત્રએ કોઈપણ પ્રકારની લેખિત કે મૌખિક નોટિસ કે સૂચનો આપ્યા નથી હનુમાન ગાળો બંધ કરવાની હિલચાલ અંગે વન અધિકારીએ સ્પષ્ટતા કરીને લોકોને આ અંગે ગેરમાર્ગે દોરાવવા જણાવ્યું હતું