આજકાલ દરેકના ફોનમાં જરૂરી ડેટા અને ઇન્ફોર્મેશન સેવ હોય છે.કૉલ કરવો હોય કે ઇન્ટરનેટ પર કોઇ વસ્તુ સર્ચ કરવું હોય બધી વસ્તુ હવે મોબાઇલથી થાય છ.ફોન ખોવાઇ જાય તો ચિંતા કરવાની જરૂર નથી,જાણો ગુગલ ટ્રિક વિષે.

તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં રજિસ્ટર કર્યું હોયતે જ આઇડીથીગુગલનું હૉમ પેજ ઓપન કરો,ત્યાર પછી ગુગલના હૉમ પેજના સર્ચબારમાં ‘Whare’s my phone?’ ટાઇપ કરીને સર્ચ કરો. જેવું સર્ચ કરશો તેવું ત્યાં મેપ ઓપન થઇ જશે.આ મેપમાં થોડી જ વારમાં તમારા ફોનનું લૉકેશન દેખાશે. કેમકે ગુગલ તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનનું લૉકેશન ટ્રેસ કરીને તે બતાવે છે. ફોન ખોવાઇ ગયો હોય અથવા તો ક્યાંક ભૂલી ગયા હોય ત્યારે આ ફિચર દરેક યૂઝર માટે ઉપયોગી સાબિત થશે.

આઇફોન યૂઝર્સ માટે ગુગલની “Where’s my phone?” ટ્રિક કામ નહીં કરે. જોકે, આઇફોન માટે પણ આવી બીજી ટ્રિક છે તેના તમે iCloudની મદદથી આઇફોનને શોધી શકો છો.

ફોનને ઘર કે આજુબાજુમાં ક્યાંક ભૂલી ગયા હોય, તો તમે ફોનની રિંગ વૉલ્યૂમ પણ વધારી શકો છો. ફોન સાયલન્ટ મૉડમાં હશે તો પણ આ ફિચર કામ કરે છે. રિંગનું ઓપ્શન મેપની નીચેની બાજુમાં દેખાશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.