દેશનો ઈકોનોમીક સ્લોડાઉન હંગામી હોવાનો વર્લ્ડ બેંકનો મત: જીએસટીના સ્લેબમાં જરૂરી ફેરફાર થવાની શકયતા

દેશના આર્થિક વિકાસ મંદ પડવા પાછળ મોદી સરકારે જીએસટી અને નોટબંધી સહિતના નિર્ણયો લીધા હોવાનું કારણભૂત માનવામાં આવે છે. સરકારના નિર્ણયોથી સામાન્ય લોકો અને નાના વેપારીઓ-ઉદ્યોગકારોને અસર તો થઈ છે પરંતુ આ મામલે વધુ ગભરાવવાની જ‚ર નથી. સરકાર ટૂંક સમયમાં આ મુદ્દે રાહતનો ખજાનો ખોલે તેવી આશા છે. જીએસટીની અસર ટૂંકાગાળાની રહેશે તેવું વિશ્ર્વ બેંકનું માનવું છે. એપ્રિલ-જૂનના પ્રથમ કવાર્ટરમાં જીડીપી ગ્રોથ ૫.૭ ટકા રહ્યો હતો જે તેની પહેલાના કવાર્ટરના ગ્રોથ ૬.૧ ટકા કરતા ઓછો છે. અલબત આગામી કવાર્ટરમાં ગ્રોથ વધશે તેવી શકયતા છે.

સરકાર જીએસટીના સ્લેબમાં ફેરફાર કરી લોકોને રાહત આપે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. સૂત્રોના મત મુજબ ચારની જગ્યાએ જીએસટીના ત્રણ સ્લેબ કરવામાં આવશે. ભારતના આર્થિક વિકાસમાં આવેલ મંદી હંગામી હોવાનું વિશ્ર્વ બેંકનું માનવું છે. તાજેતરમાં મળેલી કોન્ફરન્સ દરમિયાન વિશ્ર્વ બેંકે જીએસટીથી ભારતનું અર્થતંત્ર ઠંડુ પડયું છે. વિશ્ર્વ બેંક માને છે કે, આગામી સમયમાં ભારતનું અર્થતંત્ર સ્થિર થઈને વધુ ઝડપે પ્રગતિ કરશે. વડાપ્રધાન મોદીએ ભારતમાં વ્યવસાયલક્ષી વિકાસ માટે ભરપૂર મહેનત કરી છે. જેના પરિણામે લાંબાગાળાના ફાયદા થશે.

છેલ્લા થોડા સમયથી ભારતીય અર્થતંત્રમાં આવેલા સુધારાના કારણે વૈશ્ર્વિ મુડી રોકાણો પર ઘેરી અસર પડી છે. આ અસરના કારણે વિકાસ મંદ થયો છે. ભારત સરકાર આ મુદ્દે હવે રાહતો આપવા પ્રયત્નશીલ છે. જીએસટીથી સામાન્ય લોકો અને નાના વેપારીઓને પડેલી મુશ્કેલીઓને ઘટાડવા સરકારે જીએસટીમાં રાહત આપવાની તૈયારી દર્શાવી છે. જીએસટીના સ્લેબમાં બહોળા પ્રમાણમાં ફેરફાર થવાની શકયતા છે. જીવન જ‚ર વસ્તુઓ અને ઉદ્યોગોમાં મહત્વની મશીનરી પર જીએસટી મામલે અનેક ફેરફાર આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.