Abtak Media Google News

સાયબર સંજીવની સરકારી કાર્યક્રમ નહી પરંતુ સાયબર ફ્રોર્ડ સામેની લડાઇ દિકરીઓ રિલ્સ બનાવે તેમા કંઇ ખોટુ નથી પરંતુ સલામતીનું ધ્યાન રાખવુ જરૂરી

સાયબરના ભેજાબાજો દ્વારા બેન્ક એકાઉન્ટ હેન્ક કરવા, વ્યુચ્યુલ સેંકસમાં ફસાવવા, ફેશબુકમાં ડમી એકાઉન્ટ બનાવી યુવતીઓને ફસાવવા, ચાઇલ્ડ પોનોગ્રાફી સહિતના બનતા ગુના અવાર નવાર બની રહ્યા છ.ે ત્યારે સાયબર ભેજાબાજો સામે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી થાય છે. પરંતુ વ્યુચ્યુલ સેકસમાં ફસાતા યુવકો આવા ઠગના બ્લેક મેઇલીંગનો ભોગ બની મોટી રકમ ચુકવી દેતા હોય છે ત્યારે યુવકોએ ગભરાવાના બદલે પોલીસનો સંપર્ક કરી મદદ લેવી જરુરી હોવાનું ગૃહ મંત્રી હર્ષ સંઘવીેએ જણાવ્યું છે.

સુરત ખાતે સાયબર સંજીવની 2.0 કાર્યક્રમ અંર્તગત ઉપસ્થિત રહેલા રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ  ન્યુડ વીડિયો ભુલથી રિસીવ થઇ જાય તો કોઇએ ડરવાની જરુર નથી સમાજ બધુ સમજે જ છે.

આ અંગે પોલીસમાં ફરિયાદ કરવી જરુરી છે. પોલીસ આવી ફરિયાદનું ત્વરીત નિરાકરણ લાવતી હોય છે. સાયબર ક્રાઇમ દ્વારા સંજીવની વાન તૈયાર કરાયું છે. દેશમાં સૌ પ્રથમ વખત સુરત ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. આ અંગે સાયબર ક્રાઇમના ભેજાબાજો દ્વારા કરવામાં આવતા બ્લેક મેઇલીંગ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે.

સંજીવની વાનમાં સાયબર ક્રાઇમના ભેજાબાજ દ્વારા કંઇ રીતે છેતરપિંડી કરવામાં આવે છે તેના વીડિયો બતાવવામાં આવશે બ્લેક મેઇલીંગથી કંઇ રીતે બચવું તે અંગેની તકેદારી રાખવા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવશે તેમજ સુરત શહેરના દરેક શેરી અને સોસાયટીમાં શેરી નાટક ભજવી લોકોમાં જાગૃતિ લાવવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે.

સુરતમાં સાયબર સંજીવની 2.0 કાર્યક્રમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેનું આયોજન સુરત સાયબર પોલીસે દ્વારા કરવામાં આવ્યું હતો. આ વેળાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર ક્રાઈમની લડતમાં સહભાગી થવાનું આહવાન કર્યુ છે. ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, સાયબર સંજીવની કાર્યક્રમ સરકારી કાર્યક્રમ નથી પરંતુ સાયબર ફ્રોડ સામેની લડાઈનો કાર્યક્રમ છે તેમણે ઉમેર્યું હતું કે, પોલીસની નેગેટિવ વાતો કરનારાઓને સુરત પોલીસના કાર્યક્રમની વિગતો આપજો. તેમણે કહ્યું હતું કે, ઘરના સભ્યો, પરિચિતોને સાયબર ફ્રોડની જાણકારી આપજો તેમજ દીકરીઓ રિલ્સ બનાવે એમાં કાઈ ખોટું નથી પણ સેફ્ટિનું ધ્યાન રાખવું જોઈએ.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઘરમાં પરિજનોને સમજાવો અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારે અને ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો ડરવાની જરૂર નથી. શરમ ન કરો અને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. વધુ કહ્યું કે, ભૂલ કોઇથી પણ થઇ શકે અને આવા કિસ્સામાં અરજદારનું નામ જાહેર નહી થાય. કેટલાક લોકો બદનામીના લીધે આગળ નથી આવતા તેમ પણ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.