આધાર કાર્ડ વગર ઇન્કમટેક્ષ રિટર્ન સ્વીકારવા હાઇકોર્ટનો આદેશ

ગુજરાતના વેપારીએ હાઇકોર્ટમાં કરેલી અરજીને પગલે હવે આધાર કાર્ડ નંબર વગર પણ આઇ.ટી. ઇન્કમટેકસ રિટર્ન સ્વીકારશે

ગુજરાત હાઇકોર્ટની એક ડિવીઝન બેંચે ઇન્કમટેકસ વિભાગને એક વ્યકિતના ઇન્કમટેકસ રીટર્ન સ્વીકારવાનો નિદેશ કર્યો છે જેણે આ અંગે હાઇકોર્ટમાં એક અરજી કરી હતી બેંચે એ પણ કહ્યું કે આધાર કાર્ડનો સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં છે. પોતાની અરજીમાં ખેમચંદ રાજારામ  કોષ્ટીએ વકીલને જણાવ્યું કે, આધાર કાર્ડ નંબર ઇન્કમટેકસ વિભાગ દ્વારા અનિવાર્ય કરવામાં આવ્યો છે. જો કે મારી પાસે આધાર કાર્ડ નંબર નથી એટલું જ નહી પરંતુ ઇન્કમટેકસ વિભાગમાં ટેકસ ભરતા સમયે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ગત મહિને દિલ્હી હાઇકોર્ટે બે આઇટી રિટર્ન ભરનાર શ્રેયસેન અને જયશ્રી સતપુર ને આ માટે રાહત આપી હતી અને આઇટી રીટર્નમાં આધાર નંબર વગર જ ટેકસ ભરપાઇ કરાયો હતો. તો બીજી તરફ મદ્રાસ હાઇકોર્ટે પણ નવ અરજીઓને જોતા આધાર કાર્ડ નંબર વગર જ ઇન્કમટેકસ ભરવાની પરવાનગી આપી હતી. જસ્ટીમ એમ.એમ.સુન્દરેશ અને આનંદ વૈંકટેશનની ડીવીઝન બેંચે કહ્યું કે મેન્યુઅલ રીટર્ન ભરવા માટેનો આદેશ આઇ.ટી. અધિકારીઓ પ્રત્યેનો કોઇ પૂર્વગ્રહ નથી કોર્ટે એવું તપાસ્યું કે જો સુપ્રીમ કોર્ટ આધાર લીંકને કાયદાકીય અનુમોદન આપે છે તો અરજી કરનાર દરેક લોકોએ તેમનું આધાર કાર્ડ આઇટીઆઇમાં રજુ કરવું પડશે.

જો કે આધાર મામલે સુપ્રિમ કોર્ટમાં પાંચ ન્યાયધીશ સંવિધાન બેંચ સમક્ષ લંબીત છે આમ છતાં સરકારના વિભિન્ન વિભાગ આધાર અનિવાર્ય બનાવવા માટે પરિપત્ર જાહેર કર્યો છે. આ ઇન્કમટેકસ રિટર્નની કલમ ૧૩૯એએ મુજબ ઇન્કમટેકસ રીટર્ન ભરતી વખતે આધાર કાર્ડ નંબર કે પછી આધાર કાર્ડ નોમીનેટની સંખ્યા ભરવી આવશ્યક હોય છે જો કે હાલ હાઇકોર્ટના આદેશ બાદ આધાર કાર્ડ વગર ઇન્કમટેકસ રીટર્ન સ્વીકારવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.