- બટારવાડીમાં ભુગર્ભ ગટરની ચેમ્બરોના કામોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ
- લોકોના પૈસે એજન્સીઓને લીલા લહેર
અમરેલી બટારવાડી પટેલ ડીઝલ સામેની શેરીમાં બે દિવસ પહેલા સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો છે રોડની વચ્ચે આવતી ભૂગર્ભ ગટરની ચેમ્બરો પણ બનાવવામાં આવી છે જે ચેમ્બરો માત્ર ઈટો ખડકી દઈ ફ્રેમ બેસાડી ઢાંકણા લગાવી દેવામાં આવ્યા છે ત્યારે વિપક્ષ નગરપાલિકા મહિલા સદસ્ય પ્રતિનિધિ પ્રહલાદ સોલંકીએ જણાવ્યું હતું કે આ રોડ કોંગ્રેસ શાસનમાં મંજૂર કરવામાં આવેલો છે જેને ભાજપ દ્વારા અટકાવી દેવામાં આવ્યો હતો અને આજે જ્યારે લોકોની વર્ષો જૂની પ્રતીક્ષાનો જ્યારે અંત આવ્યો છે ત્યારે રોડ કોઈ પણ બાજુ ઢાળ આપ્યા વગરજ બનાવી નાખવામાં આવ્યા છે
ગટરની ચેમ્બરો ઘડાપાક ઈંટો દ્વારા. બનાવવામાં આવ્યા હોય તેવું જણાઈ રહ્યું છે જેના કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, સમગ્ર કામ નબળી ગુણવત્તાનું થયું હોય છતાં પણ નગર પાલીકાના કોઈ પણ જવાબદાર અધિકારી કે પદાધિકારી જોવા પણ નથી આવ્યા વારંવાર થતા આવા નબળા કામોથી લોકોના પૈસાનો વેડફાટ તો થાયજ છે સાથે સાથે અનેક અકસ્માતો પણ સર્જાય છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી તેની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.