મેટાવર્સ એટલે કે વર્ચ્યુઅલ વર્લ્ડમાં જમીન લેવાના ક્રેઝમાં દિન પ્રતિદિન થઈ રહ્યો છે વધારો
મેટાવર્સ એટલે કે વર્ચ્યુઅલ વર્લ્ડમાં જમીન લેવાનો ક્રેઝ વધી રહ્યો છે. આ જમીન લઈને તમે તેને ભાડે પણ આપી શકો છો. ઉપરાંત કોઈ અન્ય પ્રવૃત્તિ પણ કરી શકો છો. આ જમીન ઉપર ખેતી પણ કરી શકાય છે. ઉપરાંત આ જમીનમાંથી જે કોઈ આવક થાય તેના ઉપર ટેક્સ પણ ભરવાનો થાય છે.
મેટાવર્સ એ વર્ચ્યુઅલ બ્રહ્માંડ અથવા સમાંતર ડિજિટલ વિશ્વ છે જ્યાં ટેકનોલોજી દ્વારા માનવ અવતાર અસ્તિત્વમાં હશે. આ દુનિયામાં, વ્યક્તિ કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકે છે, હરિ ફરી શકે છે અને સંભવિત રૂપે તે બધું કરી શકે છે જે વાસ્તવિક જીવનમાં કરી શકે છે. ઘણી કંપનીઓ મનોરંજન, શિક્ષણ અને વ્યવસાય માટે બહુવિધ મેટાવર્સ બનાવી રહી છે.
સંશોધન અહેવાલો અનુસાર, વિશ્વભરમાં, ઇન્ટરનેટ-કનેક્ટેડ પ્રવૃત્તિઓ માટે વ્યક્તિનો દૈનિક સરેરાશ સ્ક્રીન સમય 6 કલાક 57 મિનિટ છે. આમ, કંપનીઓ આ સ્ક્રીન સમય દરમિયાન વપરાશકર્તાઓને વધુ સારો અને વધુ આકર્ષક અનુભવ આપી શકે તેવી વર્ચ્યુઅલ દુનિયા બનાવવા માટે અબજો ડોલરનો ખર્ચ કરી રહી છે.
મેટાવર્સની આશ્ચર્યની વાત તો એ છે કે ગયા મહિને ધ સેન્ડબોક્સમાં આશરે રૂ. 32 કરોડની જમીન વેચાઈ હતી. આ સૌથી મોંઘો સોદો હોવાનું કહેવાય છે. લોકો સતત વર્ચ્યુઅલ વિશ્વમાં જમીન લઈ રહ્યા છે. મેટાવર્સમાં થોડા જ સમયમાંલગભગ રૂ. 1.3 કરોડના ભાવે 97,000 પ્લોટ વેચવામાં આવ્યા છે. હાલમાં, જમીનના દરેક પ્લોટનું કદ 16ળ ડ્ઢ 16ળ અથવા 52 ચોરસ ફૂટછે. માર્કેટ અને ક્રિપ્ટો ટ્રેકર સાઈટ બેન્ઝિંગાએ આ અંગે જાણ કરી છે.ફેસબુકે પોતાને મેટા સાથે રીબ્રાન્ડ કર્યા ત્યારથી ડીસેન્ટ્રલેન્ડ અને ધ સેન્ડબોક્સમાં જમીનના ભાવ આસમાને છે. ફેસબુકનું પુન:બ્રાંડેડ થવાથી, વધુ રોકાણકારોને મેટાવર્સ વિશે વધુ જાણવા મળ્યું. મોટાભાગે, વર્ચ્યુઅલ જમીન તેના મોટા કદને કારણે પ્રીમિયમ કિંમતે વેચવામાં આવે છે. આ ઉપરાંત, મેટાવર્સના કેન્દ્રથી જમીનનું અંતર પણ તેની કિંમત નક્કી કરે છે. એડિડાસ જેવી બ્રાન્ડ્સ પણ આ બ્લોકચેન આધારિત મેટાવર્સીસમાં વર્ચ્યુઅલ જમીન ખરીદી રહી છે. ઘણી કંપનીઓ માને છે કે આવનારા સમયમાં મોટાભાગની રિટેલ મેટાવર્સમાં હશે.
શું છે મેટાવર્સ?
મેટાવર્સ શબ્દ સાંભળવામાં ખૂબ જટિલ છે. સરળ શબ્દોમાં કહીએ તો, મેટાવર્સ એ એક પ્રકારનું વર્ચ્યુઅલ વિશ્વ છે. આ ટેક્નિક વડે તમે વર્ચ્યુઅલ ઓળખ દ્વારા ડિજિટલ દુનિયામાં પ્રવેશ કરો છો. આ એક અલગ દુનિયા છે અને અહીં તમારી એક અલગ ઓળખ છે.
આ સમાંતર વિશ્વમાં, તમને ફરવા ખરીદી કરવા અને મિત્રોને મળવાની તક પણ મળે છે. મેટાવર્સ ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, મશીન લર્નિંગ, બ્લોકચેન ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી ઘણી ટેક્નોલોજીઓને જોડીને કામ કરે છે.હાલમાં, માત્ર થોડા જ લોકો અજમાયશ ધોરણે મેટાવર્સનો ઉપયોગ કરી શકે છે. તે દરેક માટે ટૂંક સમયમાં આવવાની અપેક્ષા છે.
જ્યારે પણ તે આવશે, તે દુનિયાને બદલી નાખશે. વાસ્તવમાં આના દ્વારા તમે કોઈપણ વર્ચ્યુઅલ દુનિયામાં પહોંચી શકો છો. ધારો કે વર્ચ્યુઅલ ટૂર દરમિયાન તમને રસ્તામાં એક શોરૂમ દેખાય છે, તો તમે ત્યાં ખરીદી કરી શકો છો.
આ પછી, તમારો ખરીદેલ સામાન વાસ્તવમાં તમારા આપેલા સરનામે પહોંચી જશે. એટલે કે, તમારું વિશ્વ વર્ચ્યુઅલ હશે, પરંતુ તેનો અમલ વાસ્તવિક હશે.
મેટાવર્સમાં રિયલ લાઈફમાં થાય તેવું જ દરેક ચીજનું શોપિંગ થઈ શકે છે
આવનારા સમયમાં મેટાવર્સ કેટલું લોકપ્રિય થશે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ફેસબુક જેવી મોટી કંપનીએ તેના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેનું નામ બદલીને મેટા કરી દીધું છે. આજે આ આભાસી દુનિયાની વાસ્તવિકતા એ છે કે અહીં જમીન, મકાન, મોલ, દુકાનો અને જહાજો વગેરે કરોડો રૂપિયામાં વેચાય છે. અહીં રિયલ લાઈફમાં જે વસ્તુનું શોપિંગ થાય તેવુ જ શોપિંગ થઈ શકે છે.હાલમાં જ આ માર્કેટમાં આવો એક મહેલ વેચાણ માટે આવ્યો છે, જે વાસ્તવિકતાની સાથે સાથે મેટાવર્સમાં પણ હશે. મેટાવર્સમાં, પ્લોટ, દુકાનો અને મકાનો ખરીદવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. આ તમામ કારણોને લીધે વર્ચ્યુઅલ જમીનના ભાવ આસમાને છે.