વરસ બદલાય છે, વાયરસ નહીં
આજથી શરૂ થતાં ૨૦૨૧માં આનંદની વાત છે કે આપણે બધા લાઇવ (જીવંત) છીએ, નવા વર્ષે કોરોના હશે જ, સાથે નવા વાયરસો પણ આવશે, પણ સાવચેતી એજ સલામતિ છે, ૨૦૨૦ આપણને બોધપાઠ આપી ગયું છે ટાંચા સાધનોમાં પણ જિંદગી જીવી શકાય છે
૨૦૨૦ના પ્રારંભથી નાની મોટી ઘટના બાદ ચિનના વુહાન શહેરથી દુનિયાભરની લટાર મારતો કોરોના વર્ષના બીજા પાસે એ જ પગ પેસારો કર્યોને માર્ચેમાં તો લોકડાઉન કરવું પડયું, પછી તો સમગ્ર વર્ષ દરમ્યાન તેના કહેર દેશને હચમચાવી મુકયો, દરેકના જીવનમાં આ નવ મહિના કંઇકને શીખવો ગયો, લોકોના જીવનમાં બદલાવ લાવ્યો, સૌ કોઇ નવા વર્ષની રાહ જોતો હતો. આજથી ૨૦૨૧ બેસી ગયું, ‘ગમે તેવું’ ગયું હોય પણ આ વર્ષ ‘ગમે તેવું’ જાય તેવી શું શુભેચ્છા એક નાનકડા વાયરસે પૃથ્વી ઉ૫ર વસતાં તમામને સીધા કાર્ય ને આરોગ્ય બાબતે જાગૃત કરી દીધા છે.જે કાંઇ ઘટના નિર્માણ થાય છે તેમાં ખરાબ ઓછું સારૂ વધારે હોય છે. નવ માસમાં ઘણા અનુભવો, શિક્ષણ સાથે જેમ તેમ પણ આપણે પૂર્ણ કર્યા ત્યારે આજથી શરૂ થતાં નવા વર્ષના ૩૬૫ દિવસ સૌએ પોતાની દરકાર રાખવી પડશે. સૌથી આનંદની વાત તો એ છે કે આજે ૨૦૨૧માં આપણે લાઇવ (જીવંત) છીએ, એક વાત આજે પણ નકકી કરે છે કે નવા વર્ષે કોરોના છે જ નવા કલેવર સાથે મ્યુટેશન સાથે નિત નવા રોગો સાથે ફરી વિશ્વમાં ત્રાટકી પડયો છે. વિદેશના પગલે ગત વર્ષની જેમ ફરી ભારતમાં આવી શકે છે તો શું આપણે નવા વર્ષે લડવા તૈયાર છીએ, હા ગત ૨૦૨૦ નો લડત અનુભવ આપણી પાસે છે જ જે આપણને કામ લાગશે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ આજથી તમાકુ વિરોધી અભિયાન આખુ વર્ષ ચાલુ રાખવાના સંકલ્પ સાથે કામ ચાલુ કર્યુ છે. તો આપણા સૌરાષ્ટ-ગુજરાતમાં તેના બંધાણીઓ વિશ્વમાં સૌથી વધુ છે ત્યારે તેનાથી થતાં ‘કેન્સર’ બાબતે સંભાળ ૨૦૨૧માં લેવાની છે. જેને કોરોના થયો હતો તે મટી ગયો તેને નવા નવા ઇન્ફેકશનનો પણ દેખા દેશે, આ નવા વર્ષે સતત ચાર મહિના કોરોનાની રસી આપવામાં આવશે. વર્ષ બદલાય ેછે તો વાયરસ પણ ર૦૨૧માં બદલાશે, આપણું જીવન એક શિક્ષક છે કે આપણને વાયરસ પણ ૨૦૨૧માં બદલાશે, આપણું જીવન એક શિક્ષક છે. જે આપણને જીવનના પાડ ભણાવે, લેશન આપે, શિક્ષા કરે સાથે નવા નવા અનુભવો પણ કરાવે છે, જેેને આધારે ૨૦૨૦ના બોધપાઠના પગલે ૨૦૨૧માં જીવન જીવવું પડશે.
૨૦૨૧ નવા વર્ષનો પહેલો સંકલ્પ સાવચેતી એજ સલામતિનો છે. જો આપણી હેલ્થ સારી હશે તો તે આપણસી સંપતિ જ છે. માટે સૌએ આહાર, જીવન શૈલી વિગેરેમાં સાવચેત રહેવું પડશે, ૨૦૨૦માં આપણાં અને પારકાનો અનુભવ કરાવ્યો તો ૨૦૨૧માં સંબંધની પરિભાષા બાબતે આપણે પ્રારંભથી જ સર્તક રહીને સાથે જીવનમાં બાંધ છોડ કરીને જીવન જીવતાં શીખવું જ પડશે, હવે આપણે ટાંચા સાધનોમાં પણ જિંદગી જીવવાનો આનંદ માણીએ છીએ. પોતાના જાતને પોતે જ મદદ કરીએ એજ બેસ્ટ મદદ છે તે આપણને સમજાય ગયું છે.૨૦૨૦માં સૌ કોઇ એક વાત શીખ્યા અને વિજ્ઞાન પણ કહે છે કે સારી ટેવો અને રોગપ્રતિકારક શકિત હમેશા બચાવે છે. કોરોના સામે ૭૫ ટકા લોકોએ પ્રતિવાયરસ, રોધક શકિત મેળવી જ લીધી છે, નિરામય જીવન શૈલી જ જીવનરક્ષક ગણાય છે, સૌએ નવા વર્ષે એટલે કે આજથી જ જાત સંભાળને પ્રાયોરીટી ગણવી ભલે પછી બધા આપણને સ્વાર્થી કહે પણ અમુક તો જીવન બદલાવ હવે જીવ બચાવવા પણ કરવો પડશે.
સૌએ હેલ્થ ઇન્સ્યોરન્સ અને હોસ્પિટલ લન્ફાસ્ટ્રકચર ને સક્ષમ બનાવવા સહયોગ આપવો પડશે, મદદની ભાવના સાથે નવલા વર્ષે એકબીજાની પડખે ઉભા રહીને સહાયભૂત થવું જરુરી છે. આ નવા વર્ષે સૌએ બિનજરુરી વસ્તુઓ કે જે આપણને કોઇ ઉપયોગી નથી, ખાલી સામાજીક દેખાડો છે તે ત્યજી દેવી, લોકોએ ખાસ સોશ્યલ મિડીયામાં તમે બધી વાતે, વિષયમાં નિષ્ણાંત થઇને દરેક વિષયમાં ચંચુપાત ન કરવો, ખોટી અફવા ન ફેલાવવી જે એક પ્રકારની સેવા જ છે.
તમારૂ માનસિક સ્વાસ્થ્ય હમેશા સારુ રાખવું જરુર પડે ત્યારે મદદ માંગતા શરમ ન રાખવી, બીજાની સાચી ખોટી વાતો સાંભળી ને તમારી મેન્ટલ હેલ્થ ન બગાડવી કે તમે નબળા પડી જીવ આ વર્ષે પણ દરેકે તેના કુટુંબને પ્રાયરોટી આપવી જો તમે સ્વસ્થ, ચેપ રહીત હશો તો જ તમે તમારા પરિવારને તંદુરસ્તી રાખી શકશો, જીવન શૈલી બદલવાની શરુઆત તમારાથી જ કરો, કુદરત સુપ્રીમ છે માટે સૌ કોઇ હમેશા કુદરત સાથે રહે તો જ ગુણવત્તા સભર જીવન જીવી શકશો.
નવા વર્ષની શુભ કામનાઓમાં
“કુદરત ને જે તમે આપશો તે સોગણું કરીને તમને પાછું આપશે
માટે સકારાત્મકતાનું બીજ વાવો, આખી દુનિયા તમારી સાથે હશે”
આપણે જ આપણીને પૃથ્વીને પ્રદુષણથી બગાડી છે જેથી ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી છે, ત્યારે ૨૦૨૧ના વર્ષમાં પર્યાવરણનું રક્ષણ કરવું તે તમામ પૃથ્વીવાસીની પ્રથમ ફરજ છે. આની અસર આપણને લોકડાઉનમાં જોવા મળી હતી કે વાહનો ના કાર્બન ડાયોકસાઇડ ઘટવાથી હવા શુઘ્ધ થઇ જેને કારણે કોરોના સિવાયના તમામ રોગો લગભગ બંધ થઇ ગયા હતા. ૨૦૨૦માં કોરોના મહામારીના કારણે ઘણા ઉતાર-ચઢાવ દરેકે જોયા, અનુભવ પણ મળ્યો તેથી સૌને આજથી શરુ થતાં ૨૦૨૧ તરફ આશા છે પણ હજી શાળાઓ ખોલી શકયા નથી તેથી નવલું વર્ષ પણ તકેદારી રાખવાની શિખામણ આપનારૂ છે જે એટલી જ નગ્ન સત્ય વાત છે. આજે પણ આપણે ગંભીર પરિસ્થિતિ વચ્ચે જીવવીએ છીએ ત્યારે ગઇકાલે આપણે ૨૦૨૦ ને બાય બાય પણ સરખી રીતે આપણી સ્ટાઇલથી કહી નથી શકયા ત્યારે ૨૦૨૧ને વેલકમ કરવા માટે સૌએ જાગૃતતા સાથે જીવન જીવીને સ્વબચાવ કરવો જ પડશે, છેલ નવ માસથી પહેરેલ માસ્ક ૨૦૨૧માં પણ આખુ વર્ષ આપણાં ચહેરાની ધરાર શોભા વધારવાની છે જે નિર્વિવાદ વાત છે.૨૦૨૦એ બાળથી મોટેરાને ઘણું શિખવી ગયું ત્યારે ૨૦૨૧ જે આજથી શરુ થયું તેમાં કેમ જીવવી તેનો રોડ મેપ, મેની ફેસ્ટો સૌએ પોત પોતાની રીતે બનાવીને તંદુરસ્તી સાથે જીવનમાં બદલાવ લાવીને હકારાત્મક શૈલીથી જીવન જીવવાનું છે.
૨૦૨૧ ના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉજવણી દિવસો
૯ જાન્યુઆરી – પ્રવાસી ભારતીય દિવસ, ૧૦ જાન્યુઆરી – વિશ્વ હાસ્ય દિવસ, ૧ર જાન્યુઆરી – રાષ્ટ્રીય યુવા દિવસ, ૧પ જાન્યુઆરી- આર્મી દિવસ, રપ જાન્યુઆરી – રાષ્ટ્રીય મતદાતા દિવસ, ૨૬મી જાન્યુઆરી – ગણતંત્ર દિવસ, ૩૦ જાન્યુઆરી – શહીદ દિવસ, ૪ ફેબ્રુઆરી- વિશ્વ કેન્સર દિવસ, ર૧ ફેબ્રુઆરી – આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ, ર૪ ફેબ્રુઆરી- સેન્ટ્રલ એકસાઇઝ દિવસ, ર૮-ફેબ્રુઆરી- રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, ૩ માર્ચ- રાષ્ટ્રીય સંરક્ષણ દિવસ, ૮ માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, ૧પ માર્ચ – વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ, ર૧ માર્ચ- વિશ્વ વન દિવસ, રર માર્ચ- વિશ્વ જળ દિવસ, ર૩ માર્ચ- ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ શહીદી દિવસ- વિશ્વ હવામાન વિજ્ઞાન દિવસ, ર૪ માર્ચ- વિશ્વ ક્ષય દિવસ, ર૭ માર્ચ- વિશ્વ રંગભૂમિ દિવસ, ૭ એપ્રિલ- વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, ૧૪ એપ્રિલ- આંબેડકર જયંતિ, ૧૮ એપ્રિલ – વર્લ્ડ હેરિટેજ ડે, રર એપ્રિલ- વિશ્વ પૃથ્વી દિવસ, ર૩ એપ્રિલ- વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ, ર૯ એપ્રિલ- વિશ્વ નૃત્ય દિવસ, ૧ મે- વિશ્વ મજુર દિવસ/ ગુજરાતે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ, ૩ મે- પ્રેસ સ્વતંત્રા દિવસ, ૧૭ મે- વિશ્વ સંદેશા વ્યવહાર દિવસ, ર૧ મે – આતંકવાદ વિરોધી દિવસ (રાજીવ ગાંધીની પુણ્યતિથિ), રર મે – જૈવિક વિવિધતા દિવસ, ર૪ મે- કોમનલેલ્થ દિવસ, ૩૧ મે – તમાકુ વિરોધી દિવસ, મે મહિનાનો બીજાો રવિવાર મધ ર્સ ડે તરીકે ઓળખાય છે, ૪ જુન – આક્રમણગ્રસ્ત નિર્દોષ બાળકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, પ જુન – વિશ્વ પર્યાવરણ દિવસ:, ૧૪ જુન – વિશ્વ રકતદાન દિવસ, ર૦ જુન – વિશ્વ શરણાર્થી દિવસ, ર૧ જુન- આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ર૬ જુન – કેફી પદાર્થોનું સેવન અને તેના ગેરકાયદેસર વેપાર વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ, ર૯ જુન- કેફી પદાર્થોનું સેવન અને તેના ગેરકાયદેસર વેપાર વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ, ર૯ જુન- રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ, જૂન મહિનાનો ત્રીજો રવિવાર ફાધર્સ ડે તરીકે ઓળખાય છે. ૧ જુલાઇ- વિશ્વ ડોકટર દિવસ, ૧૧ જુલાઇ- વિશ્વ વસ્તી દિવસ, ૧ર જુલાઇ- મલાલા દિવસ, ૧૯ જુલાઇ – બેંક રાષ્ટ્રીયકરણ દિવસ, ર૬ જુલાઇ- કારગીલ વિજય દિવસ, ર૯ જુલાઇ – વિશ્વ વાઘ દિવસ, ૬ ઓગસ્ટ- હિરોશીમા દિવસ, ૮ ઓગસ્ટ – હિન્દ છોડો આંદોલન દિવસ/ નાગાસાફી દિવસ, ૧ર ઓગસ્ટ – વિશ્વ દિવસ, ૧પ ઓગસ્ટ- સ્વતંત્રતા દિવસ, ર૦ ઓગસ્ટ- રાષ્ટ્રીય સદભાવના દિવસ, ર૯ ઓગસ્ટ – રાષ્ટ્રીય રમત દિવસ, ર સપ્ટેમ્બર – નાળીયેર દિવસ, પ સપ્ટેમ્બર – શિક્ષક દિવસ, ૮ સપ્ટેમ્બર – વિશ્વ સાક્ષરતા દિવસ, ૧૪ સપ્ટેમ્બર – હિન્દી દિવસ, ૧પ ઓગસ્ટ – આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ, ર૧ સપ્ટેમ્બર – વિશ્વ શાઁતિ દિવસ, ૨૭ સપ્ટેમ્બર – વિશ્વ પ્રવાસન દિવસ, ૧ ઓકટોબર – વિશ્વ પ્રોેઢ દિવસ, ર ઓકટોબર ગાંધી જયંતિ/ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ, ૩ ઓકટોબર – વિશ્વ પ્રકૃતિ દિવસ, ૪ ઓકટોબર – વિશ્વ પશુ કલ્યાણ દિવસ, પ ઓકટોબર – વિશ્વ શિક્ષક દિવસ, ૮ ઓકટોબર- ભારતીય વાયુ દિવસ, ૯ ઓકટોબર -વિશ્વ ટપાલ દિવસ, ૧૦ ઓકટોબર – રાષ્ટ્રીય ટપાલ દિવસ, ૧૪ ઓકટોબર – વિશ્વ માનક દિવસ, ૧૬ ઓકટોબર – વિશ્વ ખાદ્ય દિવસ, ર૪ ઓકટોબર – સંયુકત રાષ્ટ્ર દિવસ, ૩૧ ઓકટોબર – રાષ્ટ્રીય બાળ દિવસ, વિશ્વ મધુપ્રમેહ દિવસ, ૧૭ નવેમ્બર – વિશ્વ વિઘાર્થી દિવસ, ૧૯ નવેમ્બર – વિશ્વ નાગરીક દિવસ, રપ નવેમ્બર – વિશ્વ માંસાહાર નિષેધ દિવસ, ર૬ નવેમ્બર – રાષ્ટ્રીય કાયદા દિવસ, વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ, ૧ ડીસેમ્બર – વિશ્વ એઇડસ દિવસ,, ૩ ડીસેમ્બર- વિશ્વ વિકલાંગતા દિવસ, ૪ ડીસેમ્બર – ભારતીય નૌસેના દિવસ, પ ડીસેમ્બર- આંતરરાષ્ટ્રીય સ્વયંસુવક દિવસ, ૯ ડીસેમ્બર – આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નિવારણ દિવસ, ૧૦ ડિસેમ્બર- રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ, ર૩ ડીસેમ્બર – ખેડૂત દિવસ (ચૌધરી ચરણસિંહનો જન્મ દિવસ), રપ ડીસેમ્બર – રાષ્ટ્રીય સુશાધન દિવસ (નેશનલ ગુડ ગવર્નન્સ ડે – અટલ બિહારી વાજપાયીના સન્માનમાં