બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર હાલમાં ખૂબ જ લોકપ્રિય બની ગયુ છે. એક એવી ફ્રેન્ડ કે તમારી પડખે જીવનમાં સારા-ખરાબ દરેક સમયે ઉભી રહે છે. જેની સાથે તમે ખુલ્લા મને તમારી અંગત વાતો શેર કરી શકો છો કારણ કે તમને વિશ્ર્વાસ હોય કે વાતો ક્યાંય બીજે નહી ફેલાય પરંતુ કોઇ વાર બીજે નહી ફેલાય પરંતુ કોઇ પર પણ આટલો વિશ્ર્વાસ કરવો જોઇએ નહી.
– તમારી ઇચ્છાઓ ક્યારેય શેર ન કરવી.
– કેટલીક ઇચ્છાઓ હોય છે જેના પર તમને પ્રતિબંધ હોય તો બીજા વ્યક્તિના વિચારો તમારા વિચારો સાથે મળતા ન હોય તો તેવી વાત તમારા દિલની અંદર જ રાખવી યોગ્ય છે.
– તમારા બોયફ્રેન્ડની કમી ન કહો…
– ગમે ત્યારે કોઇ પણ વ્યક્તિ હોય તેને તમારા બોયફ્રેન્ડની ખામીઓ વિશે જણાવવું નહી કારણ કે બની શકે કે તે બાદમાં બધાને કહે અને તમે તેમજ તમારા પાર્ટનરને શમીંદા કરે.
– તમે નોકરી કરતા હોય તો પ્રોફેશનલ વાતો શેર ન કરો.
– હાલના સમયમાં નોકરી કરવી સામાન્ય બાબત છે. પરંતુ જો ઓફિસમાં કોઇ ઘટના બની હોય કે પછી કોઇ મસ્તી હોય તો તેને પોતાની ફ્રેન્ડને કહેવું નહી. તેનાથી લોકોમાં તમારા તેમજ તમારી વર્કપ્લેસ વિશે નકારાત્મક વિચારો આવશે.
– ફેશન સિક્રેટ રાખો રાઝ.
– ઘણી વખત એવું બનતુ હોય છે કે કોઇ તમારી સ્ટાઇલ કે બ્યુટી, ફેશન ફંડાને જાહેર કરી તેને લોકલ બનાવી દેતા હોય છે માટે તમારા ફેશન સિક્રેટને રાઝજ રહેવા દેવુ.
– તમારી મજબુરીને શેર ન કરો.
દરેક માણસની મજબુરી હોય તો સક્ષમતા પણ હોય છે ત્યારે તમારા ફ્રેન્ડસને તમારી મજબુરી વિશે જણાવતાં પહેલા ચેતજો કે ક્યાંક કોઇ તમારી મજબુરીનો ફાયદો ન ઉઠાવી લે.