- મનુષ્યો અને સસ્તન પ્રાણીઓના પુરુષમાં વાય રંગ સૂત્રની કમી થઈ રહી હોવાનું એક અભ્યાસનું ચોંકાવનારું તારણ
મનુષ્યનું લિંગ એટલે કે સ્ત્રી થશે કે પુરુષ તે વાય રંગસૂત્ર પર આધારિત છે. તેની હાજરીમાં જ વ્યક્તિનું લિંગ પુરુષ હોય છે પરંતુ, પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થયેલ સંશોધન મુજબ પુરુષોમાં આ રંગસૂત્ર ધીમે-ધીમે અદૃશ્ય થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જો તેની જગ્યાએ કોઇ નવું સેક્સ જીન વિકસિત નહીં થાય તો પુરુષો દુનિયામાંથી લુપ્ત થઇ જશે.
મનુષ્યો અને સસ્તન પ્રાણીઓની જો વાત કરીએ તો, માદામાં બે એક્સ રંગસૂત્રો હોય છે. તે જ સમયે, મેઇલમાં એક્સ રંગસૂત્રોની સાથે એક નાનો વાય રંગસૂત્ર પણ હોય છે. એક્સ રંગસૂત્રમાં 900 જનીન હોય છે. લિંગ નક્કી કરવા સાથે તેમને કોઈ લેવાદેવા નથી. વાય રંગસૂત્રમાં 55 જનીન હોય છે. આ રંગસૂત્ર કદમાં ભલે નાનું હોય પરંતુ, તેનું કાર્ય મોટું અને મહત્ત્વનું હોય છે. તેમાં એક આવશ્યક જનીન એસઆરવાય હોય છે, જે ગર્ભાવસ્થાનાં 12 અઠવાડિયા પછી બાળકમાં અંડકોષ વિકસાવે છે. ગર્ભમાં આ અંડકોષ પુરુષનાં હોર્મોન્સ રિલીઝ કરે છે, જેમાંથી બાળક નર જન્મે છે.
રિસર્ચ મુજબ નર વ્યક્તિ અને મેમલ્સમાં વાય રંગસૂત્ર ઘટી રહ્યો છે. તેનો અંદાજો ઓસ્ટ્રેલિયન પ્લેટીપસથી લગાવી શકાય છે. તેમાં એક્સ અને વાય ક્રોમોસોમમાં હાજર જીન્સની સંખ્યા બરાબર છે. રિસર્ચ અનુસાર, નર મનુષ્ય અને સસ્તન પ્રાણીઓમાં વાય રંગસૂત્ર ઘટી રહ્યો છે. આનો અંદાજ ઓસ્ટ્રેલિયન પ્લેટિપસ પરથી લગાવી શકાય છે. એક્સ અને વાય રંગસૂત્રોમાં હાજર જનીનોની સંખ્યા સમાન છે. આ સાથે જ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે, એક સમયે મનુષ્યમાં પણ એક્સ અને વાય રંગસૂત્રો પર સમાન સંખ્યામાં જનીનો હતા એટલે કે વાય રંગસૂત્રમાં પણ 55ને બદલે 900 જનીન હશે.
તેના પરથી અનુમાન લગાવી શકાય કે, 16.6 કરોડ વર્ષથી અત્યાર સુધી માણસ વાય રંગસૂત્રનાં 845 જીન્સ ખોઈ ચૂક્યું છે. તેનો અર્થ આપણે દર 10 લાખ વર્ષમાં 5 જીન્સ ખોઈ રહ્યા છીએ. જો આ સ્થિતિ રહી તો આવનાર 1.1 કરોડ વર્ષમાં વાય રંગસૂત્ર સંપૂર્ણ રીતે ખત્તમ થઈ જશે.
વિશેષજ્ઞોની માનીએ તો ઉંદરોની બે પ્રજાતિઓએ વાય રંગસૂત્ર ગુમાવી દીધું છે, પરંતુ તે હજી પણ લુપ્ત થયા નથી. આ પૂર્વી યુરોપના મોલ વોલ્સ અને જાપાનના સ્પિની ઉંદરો છે. સંશોધકોને તેમાં માત્ર એક્સ રંગસૂત્રો જ જોવા મળ્યા છે. એસઆરવાય જનીન પણ તેમનામાં જોવા મળ્યું ન હતું. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે, સ્પિની ઉંદરમાં એસઓએક્સ 9 નામનું સેક્સ જનીન છે. નર ઉંદરમાં આ જનીન નજીક ડુપ્લિકેટ ડીએનએ મળી આવ્યા હતા. આના દ્વારા એસઓએક્સ 9 જનીન એસઆરવાયની જેમ કામ કરવાનું શરૂ કરે છે. આ ડીએનએ પ્રવૃત્તિ નર અને માદા ઉંદરને એકબીજાથી અલગ કરે છે. ભવિષ્યમાં, મનુષ્યમાં અન્ય જનીન એસઆરવાયનાં ગુણધર્મો વિકસાવી શકે છે અથવા નવા લૈંગિક જનીનનું નિર્માણ થઈ શકે છે.