સુરેન્દ્રનગર શહેર સહીત જીલ્લામાં જન્માષ્ટમી પર્વ યોજાતા લોક મેળાઓ સતત ત્રીજા વર્ષે પણ બંધ રહેશે કોરોના મહામારીને કારણે 2019થી લોકમેળાઓ બંધ રાખવામાં આવી રહ્યા છે સંભવીત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને અને કોરોનાની વર્તમાન પરિસ્થીતીમાં ઘટેલુ સંક્રમણ ન વધે તે માટે સતત ત્રીજા વર્ષે એટલે કે, આ વર્ષે પણ લોકમેળાઓ ન યોજવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળેલ છે સુરેનદ્રનગર નગરપાલીકા દ્વારા મેળાના મેદાનમાં અને વઢવાણ નગરપાલીકા દ્વારા રેલવેસ્ટેશન નજીકના ગ્રાઉન્ડમાં યોજાતો લોકમેળો ખુબજ પ્રસિદ્ધ હતો.
સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલીકાઓ એક થયા પછીની આ પહેલી જન્માષ્ટમી હશે તયારે સુરેન્દ્રનગર-વઢવા સંયુકત નગરપાલીકા દ્વારા સુરેન્દ્રનગર કે વઢવાણમાં લોકમેળા યોજાશે નહી આ ઉપરાંત શ્રાવણ માસમાં વિવિધ ધાર્મીક જગ્યાઓ ઉપર પણ લોકમેળા યોજાતા હતા. ધ્રાંગધ્રા નો લોકમેળો પણ માણવા લાયક હોય છે પરંતુ આ વર્ષે આ એકપણ લોકમેળાઓ યોજાશે નહી લોકમેળાઓ ની સાથે વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો પણ બંધ રહેવાની શકયતા છે.
ગત વર્ષ પણ મેળો યોજાયો ન હોતો તેથી આ વર્ષે પણ તરણેતરનો મેળો યોજાય તેવી શકયતા ઓછી છે. લોકમેળાઓમાં નાના-નાના ધંધાર્થીઓ પાણીના પાઉચથી લઈને રમકડા અને નાસ્તાથી લઈને ભોજન સુધીનો વેપાર ધંધો કરી રોજગારી મેળવતા હતા તેમને આ વર્ષે પણ ફટકો પડશે કોરોનાની ભયાનક મહામારીના આ સમયમા સંક્રમણ ન વધે તે માટે સાવચેતી ના ભાગરૂપે લોકમેળા ન યોજાય તે જરૂરી છે કારણ કે, મેળામાં ખુબ મોટી ભીડ થતી હોય છે અને તેથી લોકમેળાઓ ન યોજવાનો નિર્ણય આવકારદાયક છે પરંતુ સરકારી કાર્યક્રમો રાજકીય પક્ષોના કાર્યક્રમોમા પણ ભીડ થતી હોવાના દ્રશ્યોે અવારનવાર જોવા મળે છે તે પણ બંધ થવુ જોઈએ સરકારી ગાઈડલાઈનનું પાલન માત્ર પબ્લીકે જ કરવાનું હોય તેમ નહી દરેકે પાલન કરવુ જોઈએ તો જ કોરોનાને દેશવટો આપી શકાશે તેમ નથી લાગતુ?
બોક્સ ત્યારે આ હાલમાં સુરેન્દ્રનગર શહેર તેમજ સૌરાષ્ટ્ર ગુજરાત લગભગ મોટાભાગના ધર્મસ્થળો તેમજ હરવા ફરવા લાયક સ્થળો ખુ લી ગયેલા છે ત્યારે છેલ્લા બે વર્ષથી મેળાઓની મજા માણાવામાં જનતા પણ છેલ્લા બે વર્ષથી કોરોના ને લઈ અને આંકડા ઉઠી છે.ત્યારે આ મેળા વઢવાણ સુરેન્દ્રનગર માં ચાલુ રહે તેવું જનતા ઈચ્છી રહી છે ત્યારે મધ્યમ વર્ગના પરિવારોની રોજીરોટીનો પણ વાલ ઉદ્ભવ્યો છે ત્યારે નાના વર્ગના લોકો મેળા કરી અને પોતાની જીવન જરૂરિયાત વસ્તુ નો બાર મહિના સુધીનું મેળામાં કમાઈ લેતા હોય છે ત્યારે તેના પર પણ છેલ્લા બે વર્ષથી પ્રશ્નાર્થ સર્જાયો છે ત્યારે નગરપાલિકાની મેળાના મેદાન ની આવક પણ મોટી માત્રામાં આવે છે જેનું પણ નુકસાન થઈ રહ્યું છે ત્યારે લોકોમાં મેળા યોજવા માટેની માંગણી થઈ રહી છે.