- RTO વિભાગના કર્મચારીઓએ લોગીન નહિ કરી વિરોધ દર્શાવ્યો
- RTO કચેરી ખાતે અરજદારોની લાંબી લાઈનો લાગી
- કામગીરી બંધ હોવાના કારણે અરજદારોમાં રોષ
રાજ્યભરમાં RTOનાં મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટનાં ટેકનિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આજે ‘નો લોગિન ડે’ અભિયાન સાથે RTO કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. ત્યારે સુરતમાં પણ કર્મચારીઓ કચેરીમાં લોગીન નહિ કરી વિરોધ નોંધાવી રહ્યા છે. જેથી તમામ કામગીરીઓ ખોરવાઈ ગઈ હોવાના આક્ષેપો કરાયા છે. અને અરજદારો આરટીઓ કચેરી પહોંચી રહ્યા હોવાથી લાંબી લાઈનો લાગી ગઈ છે. જોકે અહીં પહોંચ્યા બાદ લોકોને હડતાલ અંગેની જાણ કરવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે.
આં અંગે વિગતે વાત કરવામાં આવે તો, રાજ્યભરમાં RTOનાં મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટનાં ટેકનિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આજે સોમવારે ‘નો લોગિન ડે’ અભિયાન સાથે હડતાલ પર ઉતરી ગયા છે. કર્મચારીઓ કચેરીમાં લોગીન નહિ કરી વિરોધ નોંધાવી રહ્યા છે. જેથી તમામ કામગીરીઓ ખોરવાઈ ગઈ છે અને અરજદારો આરટીઓ કચેરી પહોંચી રહ્યા હોવાથી લાંબી લાઈનો લાગી ગઈ છે. જોકે અહીં પહોંચ્યા બાદ લોકોને હડતાલ અંગેની જાણ કરવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે.
ગત 3 ફેબ્રુઆરીએ મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા પડતર રહેલાં પ્રશ્નોને લઈને કચેરીના વડાને આવેદનપત્ર પાઠવાયું હતું. ત્યારબાદ આખા અઠવાડીયા દરમિયાન લગલગાટ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કર્મચારીઓએ 4 ફેબ્રુઆરીએ કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી હતી, 5 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા અભિયાન છેડયું હતું, જ્યારે 6ઠ્ઠીનાં રોજ સૂત્રોચ્ચાર અને ઘંટનાદ સહિતના કાર્યક્રમો કરીને વિરોધ વ્યક્તા કર્યો હતો. ત્યારબાદ 7મીએ જોબ ચાર્ટ મુજબ ફરજ દરમિયાન ‘વર્ક ટુ રૂલ’ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
હવે 10મી ફેબ્રુઆરીનાં રોજ આજે સોમવારે તમામ ટેકનિકલ અધિકારીઓ કચેરી તેમજ ચેકપોઈન્ટ ખાતે કોઈપણ પ્રકારની કામગીરી દરમિયાન પોતાનું લોગીન નહીં કરીને ‘નો લોગીન ડે’ અભિયાનને આગળ ધપાવ્યું છે. વધુમાં આ અભિયાનનાં ભાગરૂપે 11મી ફેબ્રુઆરીએ ટેકનિકલ અધિકારીઓ એક દિવસની માસ સી.એલ. પર ઉતરીને તમામ કામગીરીનો બહિષ્કાર અને ધરણાં પણ કરશે. જો આજ સુધી માંગણી સ્વીકારવામાં નહિ આવે, તો આરટીઓ ઈન્સ્પેકટર સહિતના અધિકારીઓ મંગળવારે માસ સી.એલ.પર ઉતરી જશે.
નો લોગીન ડે ના કારણે આજે જે અરજદારોને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી તે અરજદારો સવારથી જ આરટીઓ કચેરી પહોંચી ગયા હતા. આરટીઓ કચેરી ની અંદર પ્રવેશદ ન આપવામાં આવતા બહાર લાંબી લાઈનો લાગી ગઈ હતી. લોગીન ન કરવાના કારણે તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ ગઈ હતી. અહીં આવેલા અરજદારો બે કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ હડતાલની જાણ થતાં રોષ વ્યક્ત કર્યો હતો.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય