‘તાઉતે’ તો આવી ને જતું રહ્યું, પણ તેની અસર આજે પણ ઘણા વિસ્તારોમાં જોવા મળે છે. ખેતીના નુકશાનથી લઈ કાચા મકાનો, વીજ પુરવઠા સુધી અસર થઈ હતી. જેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘણા દિવસ સુધી વીજ પુરવઠો ઠપ હોવાથી લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પણ કહેવાયને કે કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે?
ધારી ગામમાં ‘તાઉતે’ વાવાઝોડાના કારણે છેલ્લા અઠવાડિયાથી લાઈટ નથી આવી. વીજ પુરવઠો ઠપ હોવાથી ધારી વિસ્તારના લોકોએ દેશી જુગાડ લગાડી આ સમસ્યાનું સમાધાન કર્યું છે. લાઈટના અભાવે ઘઉં દરવાની ઘંટી બંધ હતી, તેથી ડીઝલ પંપ મારફતે વીજ પુરવઠો મેળવી ઘઉં દરવાની ચક્કી ચાલુ કરી હતી.
ધારી ગ્રામજનો આ નવતર પ્રયોગથી ઘણા બધા લોકો ઘઉં દરવા માટે આવી પોહચ્યાં હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડિઝલ પંપ દ્વારા કેવી રીતે ઘંટી ચલાવી રહ્યા છે. ધારી ગ્રામજનોનો દેશી જુગાડ વારા આ પ્રયોગનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.