ગૂગલે હવે જીમેલ ઓફલાઈન વાપરવાની પણ સુવિધા શરૂ કરી, જેનો લાભ લેવા માત્ર 2 મિનિટ કાઢી સેટિંગ કરવા પડશે
જીમેલ એક લોકપ્રિય મેઈલ સેવા છે અને રિપોર્ટ અનુસાર 1.8 બિલિયન યુઝર્સ તેનો ઉપયોગ કરે છે. 75% લોકો તેમના મોબાઈલ ઉપકરણ પર જીમેલનો ઉપયોગ કરે છે અને કદાચ આ જ કારણ છે કે ગૂગલે હવે જીમેલ ઓફલાઈન પણ વાપરવાની સુવિધા શરૂ કરી છે. કેલિફોર્નિયા સ્થિત ટેક જાયન્ટ માઉન્ટેન વ્યૂ અનુસાર, વપરાશકર્તાઓ હવે ઈન્ટરનેટ સાથે કનેક્ટ ન હોય ત્યારે પણ તેમના જીમેઇલ સંદેશાઓ વાંચી શકે છે, તેનો જવાબ આપી શકે છે અને શોધી શકે છે. ગૂગલના જીમેલનું આ ફીચર શાનદાર બનવા જઈ રહ્યું છે, ખાસ કરીને તે ઓછી કનેક્ટિવિટી અથવા ઈન્ટરનેટ ન હોય તેવા સ્થળોની સમસ્યાઓને હળવી કરશે.
સૌ પ્રથમ ખફશહ.લજ્ઞજ્ઞલહય.ભજ્ઞળ પર જાઓ. ગુગલના જાહેર કર્યા પ્રમાણે જીમેઇલ ઑફલાઇન ફક્ત ગુગલ ક્રોમ પર જ કાર્ય કરશે, અને માત્ર ત્યારે જ કાર્ય કરશે જો તમે પ્રમાણભૂત મોડમાં બ્રાઉઝ કરી રહ્યાં હોવ, છુપા મોડમાં નહીં.
- એકવાર તમે તમારા ઇનબોક્સમાં આવી જાઓ, પછી સેટિંગ્સ અથવા કાઉગવ્હીલ બટન પર ક્લિક કરો.
- ‘સી ઓલ સેટિંગ્સ’ પર ક્લિક કરો.
- એકવાર તમે પેજ પર આવો પછી ’ઓફલાઈન’ ટેબ પર ક્લિક કરો.
- ‘ઑફલાઇન મેઇલ ઓન કરો’ ચેકબોક્સ પર ક્લિક કરો. જેમ જેમ તમે ચેકબોક્સ પર ક્લિક કરશો, જીમેઇલ નવી સેટિંગ્સ બતાવશે.
- તમે તમારા જીમેઇલ સાથે કેટલા દિવસના ઈમેલ સિંક કરવા માંગો છો તે પસંદ કરી શકો છો.
- ગૂગલ તમારા કમ્પ્યુટરમાં બાકી રહેલી જગ્યા બતાવે છે, અને તમને કમ્પ્યુટર પર ઑફલાઇન ડેટા રાખવા અથવા તમારા કમ્પ્યુટરમાંથી બધો ઑફલાઇન ડેટા કાઢી નાખવાનો વિકલ્પ પણ આપે છે.
- એકવાર તમે ઑફલાઇન ડેટા રાખવા અથવા કાઢી નાખવાનું પસંદ કરી લો, પછી તમે ’સેવ ચેન્જિસ’ પર ક્લિક કરી શકો છો અને ઑફલાઇન જીમેઇલ તમારા કમ્પ્યુટર પર સક્રિય થઈ જશે.