નો ઈન્જેકશન.. નો ઓકિસજન… નો બેડ… આ બધા કકળાટ વચ્ચે પણ ગુજરાતની જનતાએ જાગી કોરોનાને ભગાડવાનું બીડુ ઝડપી લીધું છે. છેલ્લા દોઢેક માસના સમયમાં કોરોનાએ રાજયભરમાં કાળો કહેર વરસાવી દીધી છે. એમાં પણ આ મહાસંકટ વચ્ચે લોકો રેમડેસિવિર ઈન્જેકશન, પ્રાણવાયુ, બેડ વગેરે જેવી આરોગ્ય સેવા માટે આમતેમ ભટકી રહ્યા હતા. વાયરસની બીજી લહેરે સૌરાષ્ટ્રને વધુ બાનમાં લઈ લેતા સૌરાષ્ટ્રના પાટનગર અને તેના એક આયના સમાન રાજકોટ પર વધુ ભારણ આવી ગયું હતુ. રાજયમાં રાજકોટ-સૌરાષ્ટ્રની જેટલી કથળતી સ્થિતિ બની હતી. સામે હવે એટલી જ ઝડપથી રીકવરી થઈ રહી છે. રાજયમાં કેસ ઘટયા છે. અને એમાં સૌથી વધુ કેસ ઘટવામાં રાજકોટ અવલ્લ છે.છેલ્લા 24 કલાકમાં 34 ટકા કેસ ઘટી ગયા છે. જે મોટી રાહતરૂપ છે. રીકવરી રેટ વધવા પાછળ હોમ આઈસોલેટ દર્દીઓનો સિંહ ફાળો છે. અત્યાર સુધી નવા કેસ મોતનો આંકડો સરકાર છુપાવી રહી છે.તેમ ઘણા આક્ષેપ
પ્રતિઆક્ષેપ થયા પરંતુ હવે. લોકો જે ઘરે બેઠા સાજા થઈ રહ્યા છે.તે સરકારી ચોપડે નોંધાતું હતુ. આ આંકડા સરકારને પણ દેખાઈ રહ્યા નથી. છેલ્લા એક સપ્તાહમાં 95 ટકા જેટલા લોકો ઘેર બેઠા સારવાર લઈ સાજા થયા છે. હાલ રીકવરી રેટ વધતા મૃત્યુઆંક આગામી સમયમાં વધુ ઘટશે 15 એપ્રીલ પછી જે લોકો સંક્રમિત થયા છે.તેમની સારવારબાદ ડેથ રેટ પાંચ દિવસમાં જરૂર ઘટશે.