ખાલી બિલ્ડીંગો પર હોડિંગ્સ દ્વારા નફાખોરી કરતા બિલ્ડરો પર સકંજો
હોંગકોંગ શહેરમાં ખાલી મકાન ધારકો ઉપર કંસજો કસાયો છે શહેરના ગમે તે ખુણે મકાન ખાલી પડેલું હશે તો તેનો ર૦૦ ટકા વેકેન્સી ટેકસ ચુકવવો પડશે તેમ સ્થાનીક પ્રશાસન દ્વારા નિર્ણય લેવાયો છે. હોડીંગ્સને લઇ ડેવલોપર્સને હતો ત્સાહિત કરવાના ભાગરુપે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે હોંગકોંગ એ વિશ્વનું સૌથી મોંધામાં મોંધું શહેર છે. વસવાટથી માંડી તમામ પ્રકારની સુવિધાના દર હોંગકોંગમાં ઉંચા છે. ત્યારે બિલ્ડરો ઉપર સરકારે કંસજો કસ્યો છે. અને ર૦૦ ટકા વેકેન્સી ટેકસ લાદી દીધી છે. ખાલી પડેલા મકાનો, બિલ્ડીગો ઉપર હોડિંગ્સ લગાડી મોટાપાયે બીલ્ડરો રૂપિયા કમાતા હોય છે. જેના પર અંકુશ લાદવા સરકારે આ પ્રકારે જાહેરાત કરી છે. બિલ્ડરો નફાખોરી ન કરે અને લોકોને વ્યાજબી છે ફલેટ મળી રહે તે તરફ સરકારે પગલા ભરી વેકેન્સી ટેકસ વસુલવાનું શરુ કર્યુ છે.
જો કે સરકારના આ નિર્ણય અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે ૨૦૦ ટકા વેકેન્સી ટેકસથી સંપતિ બજારમાં વિપરીત અસરો ઉપજી શકે છે. ખાલી પડેલ મકાનની કિંમતા ર૦૦ ટકા વેકેન્સી ટેકસએ જે તે સંપતિના વાર્ષિક ભાડાની રકમ સમાન જ થઇ શકે છે. જેથી ખાલી મકાન રાખવા કોઇપણ બિલ્ડર પ્રોત્સાહીત થશે નહી અનેફલેટ ભાડે આપવાની દોડમાં ભાડુઆતને પણ ભાડાના દરમાં ચોકકસપણે રાહત મળશે.
હોંગકોંગના ચીફ એકઝીકયુટીવ કૈરી લેમે જણાવ્યું કે હાલ, હોંગકોંગમાં ૯૦૦૦ થી વધુ નવમિર્તિક ફલેટ ખાલી પડેલા છે. જેમાંથી ઘણા ફલેટ ખાલી પડેલા છે. જેમાંથી ઘણાં ફલેટ તો પાંચ વર્ષ પહેલાના બનેલા હોવા છતાં એમનેમ છે. આથી ફલેટ ભાડે મેળવવા ઇચ્છુક અથવા ફલેટને ખરીદવા ઇચ્છુક લોકોને મોટી રાહત મળશે.
આ નિર્ણયથી જે તે ફલેટની માલીકી મેળવવાની માંગ વધુ પ્રબળ બનશે અને મોટો ટેકસ ભરવાના ડરથી બીલ્ડરો ફલેટ ભાડે આપવામાં ઝડપ દાખવશે. હોંગકોંગમાં સરકારે આ પરિણામો મેળવવા ર૦૦ ટકા વેકેન્સી ટેકસ લાદયો છે. જે ભારતમાં પણ થવું જોઇએ જેથી ફલેટ બનાવી નફાકોરી કરતા બીલ્ડરો પર અંકુશ આવી શકે.