વર્ષ 2021નો અકસ્માત મૃત્યુદર 49% સાથે છેલ્લા એક દાયકાની ટોચ પર !!
વર્ષ 2021માં રાજ્ય પોલીસ ચોપડે દ્વારા નોંધાયેલા કુલ 15,200 માર્ગ અકસ્માતો બન્યા છે. જેમાં 7457 લોકોએ જીવ ગુમાવ્યા છે. જે છેલ્લા દસ વર્ષમાં સૌથી વધુ 49% મૃત્યુદર છે. પાંચ વર્ષ પહેલા રોડ અકસ્માતમાં મૃત્યુ દર 37-38% આસપાસ હતો. જ્યારે છેલ્લાં બે વર્ષમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે, ત્યારે ઉચ્ચ મૃત્યુદર સૂચવે છે કે અકસ્માતો વધુ ઘાતક બન્યા છે.
આ ડેટા તાજેતરમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના એક્સિડેન્ટલ ડેથ્સ એન્ડ સુસાઈડ્સ ઈન ઈન્ડિયા 2021 માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
40.5% મૃત્યુદર સાથે સુરત ગુજરાતના તમામ શહેરોમાં સૌથી ઉંચો મૃત્યુદર ધરાવતું શહેર બન્યું છે. જ્યારે રાજકોટમાં 37%, વડોદરામાં 31% અને અમદાવાદમાં 28% મૃત્યુદર નોંધાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં સુરતમાં મૃત્યુદર સૌથી વધુ હતો.
રોડ અકસ્માતમાં સૌથી ઓછો વાર્ષિક મૃત્યુદર 2020 માં 6200 નોંધાયો હતો જેનું મુખ્ય કારણ મહામારીને લીધે લગાવવામાં આવેલા લોકડાઉનને લીધે વાહનોની અવર જવર મર્યાદિત હતી.
માર્ગ સલામતીના નિષ્ણાતોના મત મુજબ, ’એવરી ડાર્ક કલાઉડ હેઝ અ સિલ્વર લાઇનિંગ’ અનુસાર મૃત્યુદરમાં થઈ રહેલો વધારો ખુબ જ ચિંતાજનક બાબત છે પરંતુ તેની સામે વાર્ષિક અકસ્માતોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે તે સારી બાબત છે. નિષ્ણાંતોના અનુસાર હવે અકસ્માત ચોક્કસ ઓછા બની રહ્યા છે પરંતુ હવે અકસ્માતો વધુ જીવલેણ બન્યા છે.
જીવલેણ માર્ગ અકસ્માત એ આરોપી અને ભોગ બનનારની બાજુથી અનેક પરિબળોનું મિશ્રણ છે. એક નાની મૂર્ખાઈ મોંઘી સાબિત થઈ શકે છે કારણ કે તે માનવીય ભૂલ, મશીનની ખામી અથવા ખરાબ રસ્તા અથવા ઓછી દૃશ્યતા જેવા પરિબળોને કારણે થઈ શકે છે. શહેરની સીમાની બહાર બનતા ચારમાંથી ત્રણ અકસ્માતો જીવલેણ સાબિત થાય છે જે દર્શાવે છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અથવા એક્સપ્રેસવે જેવા મુખ્ય રસ્તાઓ પર વધુ સાવચેતી રાખવી જોઈએ તેવું શહેર-આધારિત માર્ગ સુરક્ષા નિષ્ણાંતોએ જણાવ્યું હતું. રિપોર્ટ મુજબ 84 વ્યક્તિઓના મોત શારીરિક બાબતોને કારણે થયા હતા જ્યારે 89 લોકોના મોત વાહનમાં યાંત્રિક ખામીને કારણે થયા હતા.
સામેલ વાહનોના પૃથ્થકરણ દર્શાવે છે કે દ્વિચક્રી વાહન સવારો સૌથી વધુ સંવેદનશીલ હતા, લગભગ અડધા (47%) જીવલેણ અકસ્માતો દ્વિચક્રી વાહનોના થયા છે. ત્યારબાદ 18% રાહદારીઓ અને 15% કાર/એસયુવીના ચાલકો હતા. વધુ ઝડપ જીવલેણ અકસ્માતો (82%) માટે પ્રાથમિક કારણ તરીકે સામે આવ્યું છે, ત્યારબાદ જોખમી ડ્રાઇવિંગ (10%) અને હવામાન પરિસ્થિતિઓ (1.7%) છે.
ટાટા સન્સના ભૂતપૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીને સંડોવતા જીવલેણ અકસ્માતે રોડ એન્જિનિયરિંગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હોવાથી એનસીઆરબી ડેટા દર્શાવે છે કે રાજ્ય પોલીસે 369 અકસ્માતોને અપૂરતી રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે વર્ગીકૃત કર્યા છે. આમાંથી અડધા અકસ્માતો જીવલેણ સાબિત થયા છે.
માર્ગ અકસ્માતમાં સૌથી વધુ દ્વિચક્રી વાહનચાલકોના જીવ હણાયાં !!
અકસ્માતોમાં સામેલ વાહનોના પૃથ્થકરણના આંકડા દર્શાવે છે કે દ્વિચક્રી વાહન સવારો સૌથી વધુ સંવેદનશીલ હતા, લગભગ અડધા (47%) જીવલેણ અકસ્માતો દ્વિચક્રી વાહનોના થયા છે. ત્યારબાદ 18% રાહદારીઓ અને 15% કાર/એસયુવીના ચાલકો હતા. વધુ ઝડપ જીવલેણ અકસ્માતો (82%) માટે પ્રાથમિક કારણ તરીકે સામે આવ્યું છે, ત્યારબાદ જોખમી ડ્રાઇવિંગ (10%) અને હવામાન પરિસ્થિતિઓ (1.7%) છે.
અકસ્માતો ઘટયા પણ મૃત્યુદરમાં જબરો ઉછાળો !!
માર્ગ સલામતીના નિષ્ણાતોના મત મુજબ, ’એવરી ડાર્ક કલાઉડ હેઝ અ સિલ્વર લાઇનિંગ’ અનુસાર મૃત્યુદરમાં થઈ રહેલો વધારો ખુબ જ ચિંતાજનક બાબત છે પરંતુ તેની સામે વાર્ષિક અકસ્માતોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે તે સારી બાબત છે. નિષ્ણાંતોના અનુસાર હવે અકસ્માત ચોક્કસ ઓછા બની રહ્યા છે પરંતુ હવે અકસ્માતો વધુ જીવલેણ બન્યા છે. જીવલેણ માર્ગ અકસ્માત એ આરોપી અને ભોગ બનનારની બાજુથી અનેક પરિબળોનું મિશ્રણ છે.
એક નાની મૂર્ખાઈ મોંઘી સાબિત થઈ શકે છે કારણ કે તે માનવીય ભૂલ, મશીનની ખામી અથવા ખરાબ રસ્તા અથવા ઓછી દૃશ્યતા જેવા પરિબળોને કારણે થઈ શકે છે. શહેરની સીમાની બહાર બનતા ચારમાંથી ત્રણ અકસ્માતો જીવલેણ સાબિત થાય છે જે દર્શાવે છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અથવા એક્સપ્રેસવે જેવા મુખ્ય રસ્તાઓ પર વધુ સાવચેતી રાખવી જોઈએ તેવું શહેર-આધારિત માર્ગ સુરક્ષા નિષ્ણાંતોએ જણાવ્યું હતું. રિપોર્ટ મુજબ 84 વ્યક્તિઓના મોત શારીરિક બાબતોને કારણે થયા હતા જ્યારે 89 લોકોના મોત વાહનમાં યાંત્રિક ખામીને કારણે થયા હતા.