ટાલિયો કહે મારે દાંતીયો જોઈએ, ઝમકૂડી રે ઝમકુડી

ટ્રાન્સપ્લાન્ટ માં બેદરકારીના પગલે વિસનગરના યુવકનું મોત નીપજ્યું

21મી સદીમાં લોકો પોતાના ગ્રૂમિંગ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે સાથોસાથ મોંઘીદાટ ટ્રીટમેન્ટ થકી પોતે સુંદર દેખાઈ શકે તે માટેના પ્રયત્નો પણ કરતા નજરે પડે છે. હાલની સ્થિતિમાં હેર ટ્રાન્સપ્લાન્ટ નું ચલણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે, ત્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ પણ મોતનું કારણ બની શકે કે કેમ તે પણ એક પ્રશ્ન ફુલ મુવી થયો છે. કહેવાય છે ને કે ટાલીઓ કહેતો હોય કે મારે દાંતિયો જોઈએ ઝમકુડી રે ઝમકુડી. ત્યારે ગુજરાત રાજ્યના વિસનગરના ૩૧ વર્ષના યુવકનું હેર ટ્રાન્સપ્લાન્ટ થકી મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે જેને લઇ આ અંગે મૃતકના પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ હેર ટ્રાન્સપ્લાન્ટ ની ટ્રીટમેન્ટ બાદ મૃતક અરવિંદ ચૌધરી ની તબિયત નાદુરસ્ત થતા તેને આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. અરવિંદ વિસનગર માં પુસ્તકાલય ચલાવતો હતો અને તારીખ ૧૫ સપ્ટેમ્બરના રોજ તેણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું ફરિયાદના આધારે એ વાત સામે આવી રહી છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ પોતે સ્વસ્થ અનુભવતો હતો જેના પગલે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યો હતો જે બાદ તે ઘર આવી ખોરાક પણ લીધો હતો તારીખ 17 ના સવારના સમયે અરવિંદ અસ્વસ્થ લાગતા તે ક્લિનિક એ ચેકઅપ  અર્થે ગયો હતો, જ્યાં ડોક્ટરે તેને આઈસીયુમાં દાખલ કર્યો હતો પરંતુ સ્વાસ્થ્ય લથડતા તેનું મૃત્યુ નીપજયું હતું.

આ ઘટના બાદ પરિવાર પણ અરજ પામતા આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને મૃતકના સેમ્પલો લઈ તેને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા પરિવારનું માનવું છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ ની ટ્રીટમેન્ટ માં જ ડોક્ટર દ્વારા બેદરકારી રખાતા મૃત્યુ નિપજયું છે. ત્યારે આ ઘટના ના પડઘા તે પ્રકારે પડ્યા છે કે જાણે હવે લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા અનેક વિચાર કરશે સામે પ્રશ્ન એ પણ ઉદ્ભવીત થયો છે કે ડોક્ટરની જવાબદારી કેટલી?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.