જયારે પ્રસાદ બનાવવા માટે વપરાતી સામગ્રી

જેવી કે ખાંડ, શાકભાજી, ઘી. તેલ ને લાગુ પડશે

સરકાર દ્વારા ગઇકાલે ધાર્મિક અન્નક્ષેત્રો ચલાવતી સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા ખોરાકને જીએસટીમાંથી બાકાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રકારના પ્રસાદ વિતરણ કરતી વિવિધ ધાર્મિક સંસ્થાઓ જેવી કે મંદીરો, મસ્જીદો, ચર્ચો, ગુ‚દ્વારા અને દરગાહોને કોઇપણ પ્રકારના જીએસટી લાગુ કરાશે નહીં.

આ અંગેની પ્રાપ્ત જાણકારી મુજબ નિ:શુલ્ક  ખોરાક વિતરણ કરતા અન્નક્ષેત્રો વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે. તેમના માટે નાણામંત્રી દ્વારા ખાસ નિવેદન આપવામાં આવ્યું હતું કે તેમને જીએસટી લાગુ નહીં કરવામાં આવે પરંતુ કેટલીક વસ્તુઓ કે જેનો ઉપયોગ પ્રસાદ બનાવવા માટે થાય છે. તેને જીએસટી લાગુ કરવામાં આવશે. જેમાં ખાંડ, શાકભાજી, એડીબલ ઓઇલ, ઘી, માખણ વગેરેને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે માટે જીએસટી લાગુ પડશે.

જીએસટીની અસરથી તેલ, ખાંડ વગેરે સામગ્રીને મુકત રાખવી અધરી છે. ભલે તેમને ખાસ હેતુ માટે ઉપયોગમાં લેવાતી હોય ત્યારે વિવિધ પરિણામોની ચકાસણી કરવી અધરી હોય છે. છતાં નાણામંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યા મુજ તે પ્રસાદના વપરાશ માટે ખોરાક પુરો પાડતા હોય કે ધાર્મિક સંસ્થાનો દ્વારા નિ:શુલ્ક વિતરણ કરવામાં આવતું હોય તો પણ તેને બાકાત રાખી શકાય નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.