જર્મનીના સાંસદમાં ઊર્જા બચાવ માટે બિલ પસાર કરાયું
અધ્યતન ગણાતા જર્મની ને પણ હવે વીજળીના પ્રશ્નો ઉદભવિત થઈ રહ્યા છે ત્યારે જર્મનીના સાંસદમાં વીજળી બચાવવા પરનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. જેથી આવનારા દિવસોમાં ક્લાઈમેટ ચેન્જના પ્રશ્નો જર્મનીને ન સતાવે. હાલ જર્મનીએ જે બિલ પસાર કર્યું તેમાં દરેક કંપનીઓને સૂચિત કરવામાં આવ્યું છે કે તેઓ કઈ રીતે ઊર્જાનો બચાવ કરશે એ જરૂરી છે. બીજી તરફ હાલ જર્મનીમાં જે રીતે વીજળીની કટોકટી ઉદભવિત થઈ છે તેને ધ્યાને લઈ આગામી વર્ષ 2030 સુધીમાં 26 ટકા જેટલું કાર્બન ઘટાડવા કાર્ય કરાશે .
જર્મનીમાં દરેક કંપનીઓએ પોતાનો ઉર્જા બચાવવા માટેનો પ્લાન ઘડવો આવશ્યક છે અને જેના માટે ઊર્જાને વધુને વધુ બચાવી શકાય. જર્મન સરકાર પણ મુખ્યત્વે માટે ઉર્જા બચાવો અંગેની યોજનાઓ બહાર પાડી રહી છે જે આવનારા દિવસોમાં જર્મની માટે ખૂબ ઉપયોગી અને કારગત નિવડશે. ઉર્જા ઉત્પાદન ઓછું કરવા વર્ષ 2030 સુધીમાં 11.7 ટકાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જર્મની ની કંપનીઓ દ્વારા એ વાત ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે જે રીતે બિલ પસાર થયું તેનાથી ઉદ્યોગોને શું ફાયદો પહોંચશે એ જાણવું પણ એટલું જ જરૂરી છે જેના પર હજુ સુધી સરકારે કોઈ પણ પ્રકારે પ્રકાશ પાડ્યો નથી. વાસ્તવિક સ્થિતિ એ જ છે કે, મની માં વીજળીના ધાંધિયા સૌથી મોટો પ્રશ્ન ઉભો કર્યો છે જેને પહોંચી વળવા માટે સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ બિલને પસાર કરવામાં આવ્યું છે.