૨૦૦૯-૧૦માં ડેરી ફાર્મસને અમૂલ ભેંસના દુધના લીટર દીઠ રૂ.૨૪.૩૦ ચુકવતીહતી અને હવે રૂ. ૪૯ ચુકવે છે
કેટલાક રાજયોના ખેડુતો દેવું માફ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે અમુલની પ્રોડકટનું માર્કેટીૅગ કરતા ગુજરાત કો. ઓપરેટીવ કરતાં ગુજરાત કો.ઓપરેટીવ મીલ્ક માર્કેટીંગ ફેડરેશન (જીસીએમએમએફ) દ્વારા સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા ખેડુતોની આવક ૭ વર્ષમાં ૩૦૦ ટકા વધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આણંદમાં આયોજીત ૪૩મી વાર્ષિક સામાન્ય બેઠકમાં ફેડરશનના સ્ટેટમેન્ટમાં જણાવાયું છે કે જીસીએમએમએફ દ્વારા પોતાની સાથે જોડાયેલ ખેડુતોની આવક ત્રણ ગણી કરવામાં સફળતા મેળવાઇ છે. વર્ષ ૨૦૦૯-૧૦ માં ડેરી ફાર્મરોને અમુલે ભેંસના ૧ લીટર દુધના ‚ા ૨૪.૩૦ ચુકવ્યા હતા જ ૨૦૧૬-૧૭ માં વધીને ‚ા ૪૯ સુધી પહોંચી ગયા હતા. એકંદરે ખેડુતોની આવકમાં બહોળો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત દુધનું ઉત્પાદન પણ બે ગણુ થયું હોવાનું કહેવામાં આવ્યું છે.