દાદા ભગવાન પરિવાર દ્વારા સત્સંગ તેમજ જ્ઞાનવિધિ
આ દુષ્કાળમાં મનુષ્યની શાશ્વત સુખ માટેની શોધ મૃગજળ સમાન રહે છે અનંતકાળથી ભટકાતા જીવનને કયાંય કોઈ વસ્તુમાં, કોઈ વ્યકિતમાં શાંતી મળતી નથી આ ઉમદા વિચારને લઈ રાજકોટનાં આંગણે દાદા ભગવાનપરિવાર દ્વારા સત્સંગ અને જ્ઞાનવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં મોટી સંખ્યામાં દાદા ભગવાન પરિવારના સભ્યો ઉમટી પડયા હતા અને પોતે સામાજીક, આર્થિક અને મનના પ્રશ્નોના સમાધાન મેળવ્યા હતા.મહત્વનું છે કે દાદા ભગવાન પરિવાર દ્વારા તેમના અનુયાયીઓ દ્વારા પુછાયેલા પ્રશ્ર્નોનું તુરંત નિરાકરણ કરવામાં આવે છે. આ પ્રશ્ર્નો મનના હોય કે તન,ધનના દરેક પ્રશ્નને દાદા ભગવાન પરિવાર દ્વારા સચોટ રાહે લઈ જવાય છે.
આત્મજ્ઞાન અંગેનું માર્ગદર્શન મેળવ્યું: દિનેશભાઈ
અબતક સાથેની વાતચીતમાં સેવાર્થી દિનેશભાઈ પટોલીયાએ જણાવ્યું હતુ કે દાદા ભગવાન પરિવાર તરફથી દર વર્ષે અલગ અલગ સેન્ટરોમાં સત્સંગો યોજાતા હોય છે. પૂ. દિપકભાઈ દ્વારા દરેક ઉપસ્થિત લોકોને સત્સંગનો લાભ આપે છે. જેના ભાગરૂપે રાજકોટ બે દિવસીય કાર્યક્રમ યોજાયો છે.જેમાં ૧૬મી ફેબ્રુ.ના રોજ સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જયારે તા.૧૭મી ફેબ્રુ.ના રોજ જ્ઞાનવીધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં જ્ઞાનવીધીના કાર્યક્રમમાં લોકો પોતાને પોતાના નામથી ઓળખે છે. પરંતુ હું કોણ છું તેના આત્મજ્ઞાન માટે શું કરવું જોઈએ જેની પાતળી ભેટ રેખા ઓળખી આત્માજ્ઞાન ખરેખર સમજ પડે તેના માટે ૪૮ મીનીટની જ્ઞાનવીધીનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જેના અંતર્ગત જ્ઞાનવીધી કાર્યક્રમમાં લોકો પોતાની આત્મજ્ઞાન વિશે ઓળખે તે માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જ્ઞાનવીધી કાર્યક્રમ બાદ પછીનું જીવન કેવી રીતે જીવવું તેની પાંચ આજ્ઞાઓ દિપકભાઈ દ્વારા સમજાવવામાં આવે છે. જ્ઞાનવીધીના કાર્યક્રમ બે થી ત્રણ કલાક સુધી ચાલે છે. જેને ભેદજ્ઞાનનો પ્રયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
મોક્ષનો ખ્યાલ લોકોમાં હોય છે. પરંતુ અંસ્વંતિક મોક્ષ શું છે. તેનો ખ્યાલ લોકોને વેદ જ્ઞાન દ્વારા સમજાવામાં આવે છે. જેને ગતિની વીધી છે. બહોળી સંખ્યામાં લોકોએ બંને કાર્યક્રમનો લાભ ઉઠાવ્યો હતો. જેમાં તા.૧૬મી ફેબ્રુ. સત્સંગ કાર્યક્રમમાં ચારથી પાંચ હજાર લોકો ઉપસ્થિત રહ્યા હતા જયારે જ્ઞાનવીધી કાર્યક્રમમાં પણ પાંચ હજાર જેટલી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.