લાંચ-રિશ્વતના ગુન્હામાં માત્ર સાંયોગીક પૂરાવા સજા અપાવવા માટે પૂરતા
સુપ્રીમ કોર્ટ ગુરુવારે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું. જે અવલોકન અનેક કેસોમાં લેન્ડમાર્ક સમાન અવલોકન સાબિત થઈ શકે છે. સરકારી બાબુઓ દ્વારા કરાયેલી લાંચની માંગણીના કેસમાં મોટાભાગે પ્રત્યક્ષ પુરાવાનો અભાવ હોય છે જેના પરિણામે સરકારી બાબુઓ પુરાવાના અભાવે છૂટી જતા હોય છે પરંતુ સુપ્રીમ કોર્ટે અવલોકન કરતા કહ્યું છે કે, સરકારી બાબુઓ વિરુદ્ધ થયેલા લાંચના કેસમાં પ્રત્યક્ષ પુરાવા હોવા જરૂરી નથી, સંયોગિક પુરાવા પણ દોષિત ઠેરવવા માટે પૂરતા છે. સુપીમ કોર્ટનું આ અવલોકન અનેક કેસોમાં મહત્વપૂર્ણ પાસું બની જશે.
સર્વોચ્ચ અદાલતની બેન્ચે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું છે કે ભ્રષ્ટાચાર એ શાસનને પ્રભાવિત કરતું મુખ્ય પરિબળ છે. એટલું જ નહીં ભ્રષ્ટાચારને કારણે ઈમાનદાર કર્મચારીનું મનોબળ પણ નીચું રહે છે. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે એબી ભાસ્કરા રાવ વિરુદ્ધ સીબીઆઈના નિર્ણયનું ઉદાહરણ પણ આપ્યું હતું.
ભ્રષ્ટાચારના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. ગુરુવારે આ મામલાની સુનાવણી કરતા ન્યાયાધીશ એસ. એ. નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે કહ્યું કે, ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ સરકારી કર્મચારીને દોષિત ઠેરવવા માટે પ્રત્યક્ષ પુરાવા જરૂરી નથી. ભ્રષ્ટ સરકારી અધિકારીઓને કેસમાં લાવવા માટે ગંભીર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે, ભ્રષ્ટાચારના કેસમાં જાહેર સેવકને સંજોગોના આધારે ગેરકાયદેસર સંતોષ માટે દોષિત ઠેરવી શકાય છે.
સર્વોચ્ચ અદાલતની બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે, મૃત્યુ અથવા અન્યથા ફરિયાદીનો સીધો પુરાવો ઉપલબ્ધ ન હોય તો પણ કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ જાહેર સેવકને દોષી ઠેરવી શકાય છે. જસ્ટિસ એસએ નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ વી રામસુબ્રહ્મણ્યમ અને જસ્ટિસ બીવી નાગરત્નનો સમાવેશ થાય છે. ખંડપીઠે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના કેસોમાં જેમાં જાહેર સેવકો આરોપી હોય છે. ફરિયાદીઓ અને ફરિયાદ પક્ષે ભ્રષ્ટ સરકારી કર્મચારીઓને સજા થાય તે સુનિશ્ચિત કરવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરવા જોઈએ. જેથી વહીવટીતંત્રમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે.
ખંડપીઠે એમ પણ કહ્યું કે ભ્રષ્ટાચાર શાસનને પ્રભાવિત કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. એટલું જ નહીં આના કારણે ઈમાનદાર કર્મચારીનું મનોબળ પણ નીચું રહે છે. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે એબી ભાસ્કરા રાવ વિરુદ્ધ સીબીઆઈના નિર્ણયનું ઉદાહરણ પણ આપ્યું હતું. આ મામલામાં ચુકાદો આપતાં બેન્ચે કહ્યું હતું કે પ્રતિવાદીની માગણી કે મામલામાં નમ્રતા દાખવવી જોઈએ તે સ્વીકારી શકાય નહીં. જાહેર સેવકો દ્વારા ભ્રષ્ટાચાર એક મોટી સમસ્યા બની ગઈ છે. ભ્રષ્ટાચાર મોટા પાયે રાષ્ટ્રની વિકાસ પ્રવૃત્તિઓને ધીમો પાડે છે. આનું પરિણામ દરેકને ભોગવવું પડે છે.
નોંધપાત્ર રીતે ફેબ્રુઆરી 2019 માં ત્રણ જજોની બેંચે આ મામલો મુખ્ય ન્યાયાધીશને બંધારણીય બેંચના સંદર્ભ માટે મોકલ્યો હતો. ત્રણ જજની બેન્ચે કહ્યું હતું કે આ મામલે સુપ્રીમ કોર્ટના 2015ના ચુકાદામાં વિસંગતતા છે. તે ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ સરકારી કર્મચારી સામે પ્રાથમિક પુરાવાનો અભાવ હોય તો તેને નિર્દોષ છોડી દેવો જોઈએ.
સુપ્રીમની ટિપ્પણી અનેક લાંચના ગુન્હામાં લેન્ડમાર્ક સમાન સાબિત થશે
સરકારી બાબુઓ દ્વારા કરાયેલી લાંચની માંગણીના કેસમાં મોટાભાગે પ્રત્યક્ષ પુરાવાનો અભાવ હોય છે જેના પરિણામે સરકારી બાબુઓ પુરાવાના અભાવે છૂટી જતા હોય છે પરંતુ સુપ્રીમ કોર્ટે અવલોકન કરતા કહ્યું છે કે, સરકારી બાબુઓ વિરુદ્ધ થયેલા લાંચના કેસમાં પ્રત્યક્ષ પુરાવા હોવા જરૂરી નથી, સંયોગિક પુરાવા પણ દોષિત ઠેરવવા માટે પૂરતા છે. સુપીમ કોર્ટનું આ અવલોકન અનેક કેસોમાં મહત્વપૂર્ણ પાસું બની જશે.
સુઘડ શાસનમાં ભ્રષ્ટાચાર મુખ્ય અવરોધો પૈકી એક: સર્વોચ્ચ અદાલત
સર્વોચ્ચ અદાલતની બેન્ચે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું છે કે ભ્રષ્ટાચાર એ શાસનને પ્રભાવિત કરતું મુખ્ય પરિબળ છે. એટલું જ નહીં ભ્રષ્ટાચારને કારણે ઈમાનદાર કર્મચારીનું મનોબળ પણ નીચું રહે છે. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે એબી ભાસ્કરા રાવ વિરુદ્ધ સીબીઆઈના નિર્ણયનું ઉદાહરણ પણ આપ્યું હતું.