યુ.એ.ઇ., ઇજિપ્ત, તુર્કી, યુ.એસ., સ્વીડન, બ્રાઝીલ, બ્રિટન સહિતના ૨૦ દેશોના નાગરિકો પર પણ પ્રતિબંધ લગાવાયો

સાઉદી અરેબિયાએ ભારત-પાકિસ્તાન સહિતના ૨૦ દેશોને મોટો ઝટકો આપ્યો છે.  સાઉદી અરેબિયાની સરકારે મંગળવારે આ દેશોના લોકોને પ્રતિબંધિત કર્યા હતા.  સાઉદી અરેબિયાએ આ પ્રતિબંધ કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે લાદ્યો છે.  જો કે, આ મુસાફરી પ્રતિબંધ મુત્સદ્દી રાજદ્વારીઓ, સાઉદી નાગરિકો, ડોકટરો અને તેમના પરિવારોને મુક્તિ આપે છે.  સાઉદી અરેબિયાના આ પ્રતિબંધની અસર સાઉદી અરેબિયામાં કામ કરતા ઘણા ભારતીયોને પડી શકે છે.

સાઉદી સરકારે કહ્યું છે કે, આ પ્રતિબંધ ટૂંકા સમયગાળા માગે છે અને મુસાફરી પ્રતિબંધ બુધવારે રાત્રે ૯ વાગ્યાથી અમલમાં આવશે.  આ પ્રતિબંધમાં પાડોશી દેશ ઇજિપ્ત, યુએઈ, લેબેનોન, જર્મની, યુકે, આયર્લેન્ડ, ઇટાલી, યુએસએ વગેરેનો સમાવેશ થાય છે.  મુસાફરી પ્રતિબંધમાં જણાવાયું છે કે, સાઉદી અરેબિયન સરકાર આ દેશો સાથે સપ્લાય ચેન યથાવત રહે અને જહાજો આગળ વધતા રહે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.

સાઉદી સરકારે કહ્યું છે કે, દેશના નાગરિકો, રાજદ્વારીઓ અને આરોગ્ય કર્મચારીઓ અને તેમના પરિવારોને આ દેશોમાંથી આવવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ આરોગ્ય મંત્રાલયના સંરક્ષણના નિયમોનું પાલન કરવું પડશે.  બીજી તરફ, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે અહેવાલ આપ્યો છે કે, સાઉદી અધિકારીઓએ મંગળવારની રાતથી પાકિસ્તાનથી લોકોના આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

સાઉદી અરેબીયાએ એક સમયે મુસાફરી પ્રતિબંધો લાદ્યા હતા જ્યારે સાઉદી અરેબિયાના આરોગ્ય પ્રધાન તૌફિક અલ-રબીયાએ રવિવારે ચેતવણી આપી હતી કે, લોકો સ્વાસ્થ્ય પ્રતિબંધોનું પાલન નહીં કરે તો નવા કોરોના વાયરસ પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. નોંધનીય ચેબ કે, ભારત અને પાકિસ્તાનના લાખો લોકો સાઉદી અરેબિયામાં નોકરી કરે છે જેના કારણે તેમને અસર થવાની પ્રબળ શક્યતાઓ છે.

નોંધનીય છે કે અગાઉ, યુરોપથી કોરોનાના નવા સ્વરૂપને કારણે, ડિસેમ્બરમાં પ્રતિબંધ મૂકાયો હતો અને ૩ જાન્યુઆરીથી આ સેવા ફરીથી શરૂ કરવામાં આવી હતી.  ન્યુઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, રિયાધની જાહેરાત પછી તેના પગલા બાદ તે તેના નાગરિકો માટે મુસાફરી પર પ્રતિબંધ અને ૩૧ માર્ચથી ૧૭ મે દરમિયાન બંદરો ફરીથી ખોલવાની જાહેરાત કરશે.

સાઉદી આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોના પીડિતોની સંખ્યા ૬૮.૬૮ લાખને વટાવી ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા વધીને ૬૩૮૩ થઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.