વધતા જતા સંક્રમણને ધ્યાને લઈ
કોઠારી સ્વામી, રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડનો નિર્ણય : ઓનલાઈન દર્શન કરવા મહંતોની અપીલ
જૂનાગઢના મુખ્ય સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી તથા રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડ દ્વારા કોરોના સંક્રમણ વધે નહિ તે માટે એક અતિ મહત્વનો નિર્ણય લઈને સત્સંગી અને હરિભક્તો માટે મુખ્ય મંદિરના તમમ દર્શન કરવા માટે ગઈકાલથી અચોક્કસ સમય માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને મોટા મંદિરના દેવી, દેવતાઓના ઓનલાઈન સોશિયલ મીડિયા દ્વારા દર્શન કરવા અપીલ કરવામાં આવી છે.
જૂનાગઢના જવાહર રોડ સ્થિત સુવર્ણ શિખરબંધ મુખ્ય સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, શ્રી રણછોડરાયજી મહારાજ, સિધેશ્વર મહાદેવ, માતા પાર્વતી તથા સંકટ મોચન હનુમાનજીના દર્શન ભારતની સાથે જૂનાગઢમાં વધી રહેલા કોરોનાના કેસને કારણે હાલ પૂરતા હરિભક્તો અને સત્સંગીઓને માટે બંધ કરવામાં આવેલ છે અને મંદિરના દરવાજા હરિભક્તો તથા સત્સંગીઓ માટે ખોલવામાં આવશે નહીં, પરંતુ મંદિરના દર્શન અને આરતી સોશિયલ મીડિયામાં લાઈવ કરવામાં આવશે. તો તે દર્શનનો લાભ લેવા અને હરિભક્તો તથા સત્સંગીઓએ મંદિરે ન આવવા અનુરોધ કર્યો છે. સાથોસાથ કોરોના સંક્રમણથી બચવા માટે હરિભક્તોએ પણ પોતાના બચાવ અને તકેદારી રાખવા તથા બિનજરૂરી રીતે બહાર નહીં નીકળવા, મોઢા ઉપર માસ્ક રાખી, હાથને વારંવાર કરવા અને નિયમિત હાથ ધોવા તથા સ્નાન કરવા પણ કોઠારી સ્વામીએ અપીલ કરેલ છે.