ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૧૫૦૦ જેટલા દાવેદારો: ગુજરાતના પ્રભારી ગુ‚દાસ કામત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉપસ્થિત
દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભાજપની શાનદાર જીત થતા ગુજરાતમાં વહેલી વિધાનસભાની ચૂંટણી યોજાય તેની અટકળો વહેતી થઇ છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દીધી છે. એનસીપીના સુપ્રીમો શરદ પવાર ગઇકાલે ગુજરાતમાં મઘ્યસ્થ કાર્યાલયના લોકાર્પણ માટે આવ્યા હતા. દરમિયાન વિભાનસભાની ૧૮૨ બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવા આજે કોંગ્રેસની બેઠક મળી હતી.
ગુજરાતના પ્રભારી ગુ‚દાસ કામત તથા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં મળેલા પસંદગી મેળામાં વર્તમાન ધારાસભ્યોને એન્ટ્રી આપવામાં આવી ન હતી.
રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ચાલતા પાટીદારોના અનામત આંદોલન, દલીતો પર અત્યાચારના મુદ્દા સહિતના અનેક પ્રશ્ર્નો રાજ્યની ભાજપ સરકાર સામે મોટા પડકાર છે. આવામાં આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ માટે સા‚ વાતાવરણ છે. રાજ્યની વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે કોંગ્રેસમાં ૧૫૦૦ થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. આવામાં કોંગ્રેસ હવે ચૂંટણી તૈયારીના શ્રીગણેશ આરંભી દીધા છે. આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની એક બેઠક મળી હતી જેમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ પર લેવામાં આવી હતી. કોઇપણ પ્રકારનું દબાણ ન આવે તે માટે બેઠકમાં વર્તમાન ધારાસભ્યોને એન્ટ્રી આપવામાં આવી ન હતી.
દર વખતે એવુ થતુ હોય છે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી કોંગ્રેસના ઉમેદવારો ફાઇનલ થયા નથી હોતા જેના કારણે ઘણી મુશ્કેલી ઉભી થાય છે. આ વખતે આવુ ન થાય તે માટે કોંગ્રેસ ચૂંટણીની તારીખ જાહેર થાય તે પૂર્વે જ ઉમેદવારોના નામો ફાઇનલ કરી લેવા માંગ છે.