ઈક્વાડોરની સૌથી ખૂંખાર ડ્રગ ગેંગનો એક ડ્રગ્સ માફિયા જેલમાંથી ફરાર થઇ જતા આખા દેશમાં કટોકટી લાધી દેવમ આવી છે. હાલ આખા દેશમાં ભારે ઉહાપોની સ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે, ઈકવાડોરની સૌથી સુરક્ષિત મનાતી જેલમાંથી ડ્રગ્સ માફિયા ફરાર થઇ ગયો છે.
એડોલ્ફો મેસીઆસ ઉર્ફે ફિટો નામનો માફિયા ફરાર થઇ જતાં રાષ્ટ્રપતિએ કટોકટી જાહેર કરી
ઈક્વાડોરના સત્તાવાળાઓએ રવિવારે અહેવાલ આપ્યો કે એડોલ્ફો મેસીઆસ ઉર્ફે ફિટો અને લોસ ચોનેરોસ ગેંગનો ચીફ તેના સેલમાં ન હતો અને સોમવાર સુધીમાં તેઓ તેને શોધી શક્યા ન હતા.
ઇક્વાડોરના પ્રોસીક્યુટર્સ ઑફિસે સોમવારે ટ્વિટ કર્યું હતું કે તેણે આ કેસની તપાસના ભાગ રૂપે બે જેલ રક્ષકો સામે આરોપો દાખલ કર્યા છે. સોમવારે પણ રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆએ જાહેરાત કરી કે તેમણે રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિનું હુકમનામું કરવાનું નક્કી કર્યું છે.