સાગર સંઘાણી
વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોઝીક સરકયુલેશનની અસર તળે આવતીકાલથી રાજયના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગરમીનું જોર પણ ઘટયું છે ત્યારે જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ- દ્વારકા જિલ્લામાં ત્રણ દિવસ માટે માંવઠા ની આગાહીના પગલે કોઈ અસર રહેશે નહીં, તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પરંતુ હાલ માવઠાની અસર નહીવત જોવા મળી રહી છે.
હવામાન વિભાગ દ્વારા અમરેલી- ભાવનગર અને કચ્છ તેમજ વડોદરા વિસ્તારમાં વરસાદી છાંટા પડી શકે છે, તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે દેવભૂમિ- દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લામાં વાતાવરણમાં કોઈ ખાસ અસર રહેશે નહીં, તેવું પણ દર્શાવાયું છે. જેથી બંને જિલ્લાઓ માટે રાહતના સમાચાર છે. સવારે ઝાકળમાં થોડી રાહત જોવા મળી હતી, જેની સાથે ભેજના પ્રમાણમાં પણ ઘટાડો થયેલો જોવા મળ્યો હતો. ઉપરાંત પવનની તીવ્રતા પણ ધીમી પડી હતી. જેથી આકરા તાપનો અહેસાસ થયો હતો.
જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કન્ટ્રોલ રૂમ ના જણાવાયા અનુસાર આજે સવારે ૮.૦૦ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૯.૫ ડિગ્રી સેન્ટિગ્રેટ જયારે મહત્તમ તાપમાન ૩૫.૦ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિક કલાકના ૧૫ થી ૨૦ કીમી ની ઝડપે રહી હતી.