સરહદો સીલ થતા હથિયારો ઘુસાડવા પાક.ની નવી પદ્ધતિ સામે સેનાને એલર્ટ કરાય
ભારતને આઝાદીકાળી આતંકવાદ સહિતના મુદ્દા પર મુંઝવતી જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ને તાજેતરમાં મોદી સરકારે હિંમતપૂર્વક રદ્દ કરી હતી. જેી પોતાની આતંકવાદની દુકાન બંધ તા રઘવાયા બનેલા પાકિસ્તાને કાશ્મીરી મુસ્લિમો પર ત્રાસના બહાના હેઠળ આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાના નાકામ પ્રયાસો કર્યા હતા. કલમ ૩૭૦ રદ્દ યા બાદ કાશ્મીરમાં રહેલી શાંતિને હણવા પાકિસ્તાન રઘવાયું બન્યું છે. પરંતુ ભારતીય સેનાએ સરહદો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સરહદોને સીલ કરી દીધી છે. જેની પાક પ્રેરિત આતંકી તત્ત્વો કાશ્મીરમાં પ્રવેશી શકતા ની. આ સ્િિતમાં પાકિસ્તાને ભારતમાં રહેલા ઘરના ઘાતકી એવા આતંકી તત્ત્વોને હયિારો પહોંચાડવા ડ્રોનનો સહારો લીધો છે. આવા પાકિસ્તાની ડ્રોનને દેખાય તે સો તેને ઉડાડી દેવા સુરક્ષા જવાનોને તાકિદ કરાય છે.
ભારતે સરહદ પાર કરીને ઘુસી આવતા પાકિસ્તાનના ડ્રોન સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. સરકારે સુરક્ષાદળોને સરહદ પારથી આવતા ડ્રોન ઉડાવી દેવાનો આદેશ આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાને પંજાબમાં ડ્રોન દ્વારા શસ્ત્રો ઘુસાડવાની નવી તરકીબ અજમાવી છે. એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત સુરક્ષા દળોને ભારતીય સરહદમાં આવતા ડ્રોનને ગોળીબાર કરીને ઉડાડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ૧૦૦૦ ફુટ અને નીચે ઉડતા ડ્રોનને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું છે કે ૧૦૦૦ ફૂટથી વધુની ઉંચાઇ પર ઉડતા ડ્રોનને એજન્સીઓ પાસેથી સુરક્ષા મંજૂરી લેવી પડશે. ચીનમાં બનેલા ડ્રોન દ્વારા પંજાબના ઘણા વિસ્તારોમાં હથિયારો અને ડ્રગ્સની સપ્લાય બાદ તાજેતરના દિવસોમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનો સજાગ બન્યા છે.ફિરોઝપુર નજીક હુસેનાવાલા બોર્ડર નજીક બીએસએફના જવાનોએ ગત સોમવારે રાત્રે ભારતીય સીમા પર ડ્રોન ઉડતા જોયા હતાં. આ પછી, આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને પંજાબ પોલીસને પણ આ ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી. બીએસએફના સૂત્રોએ જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાનમાં તંગદિલી છે. પાકિસ્તાને અનેક વખત ભારત પર પરમાણુ હુમલો કરવાની પણ ધમકી આપી છે.અત્યાર સુધીની તપાસ મુજબ ઓગસ્ટમાં કાશ્મીરથી કલમ ૩૭૦ નાબૂદ થયા બાદથી પાકિસ્તાનના ઘણા આતંકવાદી સંગઠનો ભારતને શસ્ત્રો મોકલી રહ્યા છે. પકડાયેલા બંને ડ્રોન પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે સંકળાયેલા જુદા જુદા આતંકવાદી સંગઠનોના હોવાનું બહાર આવ્યું છે.