મધ્યપ્રદેશના મંત્રી હનીસિંઘ બધેલના ગુજરાતને નર્મદાનું પાણી ન આપવાના નિવેદન સામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફેંક્યો પડકાર
નર્મદાના પાણીની વહેંચણી ટ્રીબ્યુનલ દ્વારા વર્ષ ૧૯૭૯ના ચુકાદાથી કરવામાં આવી છે જેમાં ફેરફાર કરવાનો કોઈ રાજ્યને અધિકાર નથી
વીજળીનું ઉત્પાદન ન થતું હોવાની વાત ખોટી, પાણી ન છોડવાની ધમકી ઉચિત નથી, આ વાત નર્મદા ઓથોરીટીની બેઠકમાં કરવી જોઈએ, અન્ય જગ્યાએ નહીં: વિજયભાઈ રૂપાણી
નર્મદાના પાણી માટે છેલ્લા થોડા દિવસોથી મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર સામસામે આવી ગઈ છે. જેના કારણે વિવાદ સર્જાયો છે. મધ્યપ્રદેશના મંત્રી એ ગુજરાતને નર્મદાનું પાણી ન આપવાનું નિવેદન જાહેર કર્યું હતું. જેના પગલે આજે રાજકોટ આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાત્કાલીક પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે, ગુજરાતના હકકનું પાણીનું એક ટીપુ પણ કોઈ છીનવી ન શકે. નર્મદાના પાણીની વહેંચણી ટ્રીબ્યુનલ દ્વારા વર્ષ ૧૯૭૯ના ચુકાદાથી કરવામાં આવી છે. જેમાં ફારફેર કરવાનો કોઈ રાજ્યને અધિકાર નથી. વીજળીનું ઉત્પાદન ન થતું હોવાની વાત ખોટી છે. પાણી ન છોડવાની ધમકી મધ્યપ્રદેશ સરકાર આપી રહી છે જે ઉચિત નથી. મધ્યપ્રદેશ સરકારે આ વાત અન્ય જગ્યા કરતા નર્મદા ઓથોરીટીની બેઠકમાં કરવી જોઈએ.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના મંત્રી એ નર્મદા યોજના અંગેનું આપેલુ નિવેદન ઉચિત નથી. માહિતીના અભાવ ઉપરાંત રાજકીય ઈરાદા પ્રેરીત આ નિવેદન હોવાનું તેઓએ જણાવ્યું હતું. મધ્યપ્રદેશની જનતાના હિતના ઓઠા હેઠળ કરવામાં આવી રહેલા દુષપ્રચાર અંગેની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. હકીકતમાં નર્મદાના પાણીની વહેંચણી ટ્રીબ્યુનલ દ્વારા વર્ષ ૧૯૭૯ના ચુકાદાી કરવામાં આવી છે અને તેમાં લેસમાત્ર ફેરફાર કરવાનો કોઈપણ રાજયને અધિકાર નથી. આ વહેંચણી ટ્રીબ્યુનલ ચુકાદા મુજબ નર્મદા કંટ્રોલ ઓથોરીટી નામની સ્વાયત સંસ દ્વારા કરવામાં આવે છે. ગુજરાતના હિસ્સાનું પાણી છોડવા માટે મધ્યપ્રદેશ બંધનકર્તા છે અને તેમાં કોઈ શરતને અવકાશ નથી.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, મધ્યપ્રદેશના મંત્રીએ જણાવ્યું છે કે, મધ્યપ્રદેશમાં જે બંધો બાંધવામાં આવ્યા છે ત્યાં વીજળી ઉત્પન્ન કરીને પાણી હેઠવાસમાં છોડવાનું તેમના રાજ્યના હિતમાં હોવા છતાં ગુજરાત તેમ થવા દેતું નથી. આ બાબત સત્યથી તદન વેગડી છે અને તેમના રાજ્યના બંધોમાં વીજ ઉત્પાદન કરવા અને પાણી છોડવા તેઓ સ્વતંત્ર છે. ગુજરાત તેમાં ક્યારેય માથુ મારતું નથી અને ઈન્દિરા સાગર, ઓમકારેશ્વર તા મહેશ્વર જેવી તેમની પરિયોજનામાં જરૂરિયાત મુજબ વીજ ઉત્પાદન હાલમાં પણ ચાલુ જ છે. જયાં સુધી સરકાર સરોવર બંધનો પ્રશ્ન છે ત્યાં પણ ૨૫૦ મેગા વોટના કેનાલ હેડ પાવર હાઉસમાં વીજ ઉત્પાદન ચાલુ છે અને વીજ ઉત્પાદન થયા પછી તેનું પાણી નર્મદા મુખ્ય નહેરમાં વાળીને ઉપયોગમાં લેવાય છે. આ વીજ ઉત્પાદનનો ૫૭ ટકા હિસ્સો મધ્યપ્રદેશને આજે પણ મળી જ રહ્યો છે. બીજુ જે ૧૨૦૦ મેગા વોટ ક્ષમતા ધરાવતું રિવરબેડ પાવર હાઉસ છે તેને ચલાવવામાં આવે તો વીજ ઉત્પાદન પછી એ પાણી હેઠવાસમાં વહી દરિયામાં ચાલ્યું જાય છે. ગુજરાતની માંગણી છે કે છેલ્લા બે ચોમાસા નબળા જવાી દરવાજા બંધ કરવા છતાં આપણે જળાશયને પૂર્ણ ક્ષમતા સુધી ભરી શકયા ની ત્યારે પાણી આ રીતે વેડફવાના બદલે સંગ્રહવામાં આવે તો ચાલુ ચોમાસા દરમિયાન આપણે ડેમ પુરો ભરી શકીએ તેવી સંભાવના છે. આ ક્રોકીંટ ગ્રેવીટી ડેમને પુરો ભરીને તેનું તા દરવાજાનું ટેસ્ટીંગ કરવામાં આવે તો ડેમની સુરક્ષાની દ્રષ્ટીએ અત્યંત જરૂરી છે અને તમામ ભાગીદાર રાજ્યોની આ સંયુક્ત જવાબદારી છે. ટેકનીકલ દ્રષ્ટીએ ઈન્ડિયન સ્ટાર્ન્ડડ કોડની જોગવાઈઓ મુજબ પણ આમ કરવું ફરજીયાત છે. ડેમનું બાંધકામ પૂર્ણ યાને અઢી વર્ષ જેટલો સમય વીતી ગયો હોય કોન્ટ્રાકટની સમય મુજબ પણ આ અનિવાર્ય બન્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું કે, ગુજરાતે પોતાની રીતે એકપક્ષીય નિર્ણય કયારેય લીધો ની. પરંતુ નર્મદા કંટ્રોલ ઓથોરીટીને વિધિવત દરખાસ્ત કરીને તેના અધ્યક્ષ દ્વારા ૧૫ એપ્રીલ ૨૦૧૯ના રોજ તમામ ભાગીદાર રાજયોની સંયુકત બેઠક યોજી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મહારાષ્ટ્ર અને રાજસન પણ સંમત છે. એક વખત ૧૩૧ મીટર કરતા વધુ લેવલ થાય ત્યારબાદ ૧૩૮.૬૮ મીટર સુધી ડેમ ધીમે ધીમે એટલે કે, બે દિવસે એક ફૂટ ભરવાનો થશે ત્યારે વધારાના આવરામાંથી રીવર બેડ પાવર હાઉસ પણ ચલાવી શકાશે અને તેમાં ગુજરાતને કોઈ વાંધો નથી. આમ ગુજરાત મધ્યપ્રદેશના હિતની વિરુધ્ધ નિર્ણય કરતું હોવાની વાત પાયા વિનાની છે. અત્રે નોંધનીય છે કે, સરકાર સરોવર બંધ ખાતે નાર વીજ ઉત્પાદનમાં ગુજરાતનો પણ ૧૦૦ ટકા હિસ્સો રહેલો છે. આમ છતાં ડેમની સુરક્ષાની દ્રષ્ટીએ તેનું ટેસ્ટીંગ આવશ્યક છે અને તેી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પૂર્ણ યેલ હોવાનું જણાવતી મધ્યપ્રદેશ સરકાર અચાનક ૨૭ મે ૨૦૧૯ના તેમના મુખ્ય સચિવના પત્રી ૬૦૦૦ કુટુંબોનું સ્ળાંતર હજુ બાકી હોવાનું જણાવે છે. તેને ગંભીરતાી લઈ નર્મદા કંટ્રોલ ઓથોરીટીના પુન: વસન અને પુન: ઉતન સબ ગ્રુપની બેઠક ૧૨ જુલાઈએ બોલાવવામાં આવે ત્યારે મધ્યપ્રદેશના કોઈ સીનીયર અધિકારી ઉપસ્તિ ન રહે ત્યારબાદ ૧૮ જુલાઈએ સરકાર સરોવર રીઝરવોયર રેગ્યુલેશન કમીટીની બેઠકમાં મધ્યપ્રદેશના પ્રતિનિધિઓ મીટીંગનો બહિષ્કાર કરવાના પૂર્વ નિર્ધાર સો આવીને ૬૧મી બેઠકમાં ૪૯મી બેઠકની કાર્યવાહી નોંધ અંગે વિરોધ દર્શાવે અને સ્વાયત સંસ નર્મદા કંટ્રોલ ઓોરીટીની નિષ્પષતા સામે કિચડ ઉડાવે તે બધુ રાજકીય ઈરાદાી દુષ્પ્રેરીત હોવાનું જણાય આવે છે. ટ્રિબ્યુનલનો ચુકાદો ઐતિહાસીક છે અને ૪૫ વર્ષ સુધી એટલે કે ૨૦૨૪ સુધી તેમના ફેરફારને કોઈ અવકાશ નથી. ત્યારે મધ્યપ્રદેશ પાણી છોડવા અંગે આવી ચેતવણી કે ધમકી આપે તે ઉચિત નથી.