વિજયભાઇ રૂપાણીએ સજોડે માતાના મઢે માઁ આશાપુરાને શીશ ઝુકાવ્યું
કચ્છ,ની એક દિવસની મૂલાકાતે આવેલા રાજયના મુખ્યરમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ સજોડે માતાના મઢમાં આશાપુરા માતાજીના શ્રધ્ધાજ-ભાવ સાથે દર્શન કરી આરતી ઉતારી શ્રીફળ-ચુંદડી અર્પણ કર્યાં હતા.
કચ્છીના મહેમાન બનેલાં મુખ્યપમંત્રી વિજયભાઈ રૂપાણી હવાઇ માર્ગે સીધા માતાનામઢ પહોંચી આશાપુરાના દર્શન કરી સજોડે આરતી ઉતારી સૌ માટે મંગલકામના કરી હતી. મા આશાપુરાની પૂજા-અર્ચના કરી ધન્યાતા અનુભવી ગુજરાતની ઉન્નતિ અને સર્વાંગી પ્રગતિની અને કચ્છરમાં ઊભી થયેલી અછતની પરિસ્થિકતિનો સમગ્ર કપરો સમય સારી રીતે પાર પડે અને આગામી વર્ષે સારા વરસાદ થાય તે માટે પણ તેમણે આશાપુરા માતાના ચરણમાં પ્રાર્થના કરી હતી. મુખ્યગમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે રાજયના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ, આઇ.કે.જાડેજા પણ માતાજીના દર્શન-પૂજન કર્યાં હતા.
આશાપુરા મંદિરે માતાજીના દર્શન બાદ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાદિપતિ રાજાબાવા યોગેન્દ્રંસિંહજી તેમજ માતાના મઢ જાગીરના ટ્રસ્ટીભઓ સાથે બેઠકમાં આસ્થાયના પ્રતિકસમા માતાનામઢના વિકાસ માટે રાજય સરકાર દ્વારા કોઇ કચાશ નહીં રખાય તેમ જણાવી કચ્છઢના મહત્વભના ધામને વિકસાવવામાં સરકાર જે કંઇ પણ ખર્ચની જરૂરિયાત હશે તે પૂરી કરાશે તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે માતાના મઢ ગામના સરપંચ સુરેન્દ્રતસિંહ જાડેજા, જિલ્લાા ભાજપના મહામંત્રી અનિરૂધ્ધજભાઈ દવે, જાગીરના ટ્રસ્ટી ઓ પ્રવિણસિંહ વાઢેર, મહેશોજી સોઢા, રમેશ જોશી, હિંમતસિંહજી સોઢા, કરણસિંહ સોઢા, કાલાવાડ રાજપુત સમાજના અગ્રણીઓ સહિત ખેંગારજી જાડેજા, રમેશભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
માતાના મઢ પધારેલા મુખ્યગમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણી, મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલ, આઇ.કે.જાડેજાનું જાગીર વતી સ્વાજગત સન્માીન કરાયું હતું.
બાદમાં જામનગર કાલાવાડ રાજપૂત-જાડેજા સમાજના આગેવાન રાજેન્દ્ર સિંહ જાડેજા પરિવારજનો તેમજ માનતા રાખી કાલાવાડથી આવેલા ૧૫૧ પદયાત્રીઓ, માતાનામઢના દર્શનાર્થીઓના કાર્યક્રમને સંબોધતાં મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, કચ્છરના પ્રવાસ દરમિયાન કાર્યક્રમની શરૂઆત કરવા પહેલા નૂતન વર્ષમાં આશાપુરા માતાજીના દર્શન થઇ જાય અને પછી કચ્છવના કામ શુભ શ્રધ્ધાવ વ્યકત કરી જામનગરના કાલાવાડથી આવેલા ૧૫૧ પદયાત્રાઓ અને માતાના દર્શનાર્થે આવેલા શ્રધ્ધાાળુઓને આગામી નવા વર્ષની શુભકામના પાઠવતાં નવું વર્ષ ભારત માટે મહત્વમનું બની રહેશે તેમ જણાવી ભારત જગદગુરૂ બને તે અને સૌને વ્યકકિતગત તેમજ પારિવારિક જીવનમાં પ્રગતિની ભગવાન શકિત સાથે માતાજીની કૃપા રહે તેવી નવા વર્ષની શુભકામના પણ પાઠવી હતી.
આ પ્રસંગે કાલાવાડ રાજપૂત સમાજ તેમજ જાડેજા પરિવાર દ્વારા યોજાયેલા મુખ્યશમંત્રીશ્રી તેમજ તેમના ધર્મપત્નિ અંજલિબેનનું પણ આ અવસરે સન્મામન કરાયું હતું.આ અગાઉ હેલીપેડ ખાતે રાજયના મુખ્યમમંત્રીશ્રી આવી પહોંચતાં રાજયના મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલ, આઇ.કે.જાડેજા, કચ્છ્ ભાજપના મહામંત્રી અનિરૂધ્ધીભાઈ દવે, માતાનામઢના સરપંચ સુરેન્દ્રૂસિંહ જાડેજા, કચ્છ્-બનાસકાંઠા રેંજ આઇ.જી. શ્રી વાઘેલા, પ્રાંત અધિકારીશ્રી રાઠોડ સહિત આગેવાનોએ તેમનું સ્વાઢગત કર્યું હતું.