બિહારના ચૂંટણી જંગના ‘અનોખા’ ઉમેદવાર
સાયકલ પર ગામડે ગામડે ફરી એકલા એકલા કરે છે પ્રચાર:૩૦ વર્ષથી રાજકારણમાં છું એકેય વખત જીત્યો નથી: કેદારનાથ
ઝંડો પણ જાતે બનાવેલો ને સાયકલ પર રાખ્યો છે
ચૂંટણી હોય પછી એ પંચાયતની હોય કે ધારાસભાની હોય કે સંસદની હોય એમાં લડવું અને ચૂંટાવું બહુ સહેલુ નથી અને સસ્તુ પણ નથી ત્યારે બિહારના ચૂંટણીનાં જંગમાં ઉતરેલા એક ઉમેદવાર કેટલાક રીતે અનોખા છે. એ ઉમેદવાર પાસે નથી સમર્તકોના ટોળા કે નથી સુરક્ષા માટેના કર્મચારીઓ કેનથી વાહનોના કાફલા કે નથી નાણાના કોથળા પણ ‘જાત મહેનત ઝીંદાબાદ’ કરીને એકલ પંડે પ્રચાર માટે સાયકલ પર પોતાનો ‘ઝંડો’ લઈને નીકળી પડે છે. સાયકલ પર કિલોમીટરો સુધી લોક પ્રચાર કરતા રહે છે.
બિહારાનાં બેગુસરાયથી તેઘડા વિધાનસભા બેઠકના ઉમેદવાર કેદારનાથ ભાસ્કર શોષીત સમાજ દળની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.
તે રોજ પોતાની સાયકલ પર જાતે જ બનાવેલા ઝંડા સાથે નીકળી પડે છે. અને ગામોગામ પ્રચાર કરવા જાય છે.
કેદારનાથ કહે છેકે મારૂ નિશાન કુહાડી છે. કુહાડી લાકડાથી બનેલી છે અને તમામ વસ્તુના નિર્માણ કામમાં વપરાય છે એટલે હું પણ સમાજના નિર્માણ માટે કામ કરૂ છું.તેઓ કહે છે હું છેલ્લા ૩૦ વર્ષથી રાજકારણમાં છં અને ગ્રામ પંચાયતથી માંડીને જિલ્લા પંચાયતની ચૂંટણી લડી ચૂકયો છે. વિધાનસભાની ચૂંટણી પહેલી વખત લડી રહ્યો છું.
એ ઉમેદવાર પાસે નથી સમર્તકોના ટોળા કે નથી સુરક્ષા માટેના કર્મચારીઓ કેનથી વાહનોના કાફલા કે નથી નાણાના કોથળા પણ ‘જાત મહેનત ઝીંદાબાદ’ કરીને એકલ પંડે પ્રચાર માટે સાયકલ પર પોતાનો ‘ઝંડો’ લઈને નીકળી પડે છે.
પોતાનું જ છે ભાસ્કર મોડલ
કેદારનાથનું પોતાનું જ એક ‘ભાસ્કર મોડલ’ છે જે સમાજ સુધી પહોચાડવા માગે છે. બ્રહ્માંડમાં જીવન માટે સૂર્ય જ સર્વોપરી છે. તેમ તેના આ મોડેલમાં પણ સૂર્ય સર્વોપરી છે.
કહે છે કે જેમ શિવચર્ચા થાય છે તેમ હું ‘જગચર્ચા’ કરૂ છું અને ચૂંટણી પ્રચારમાંથી સમય મળશે તો ગામડે ગામડે જઈશહું ઈચ્છુ છું કે સમાજના દરેક વ્યકિત સુધી વૈજ્ઞાનિક ચેતનાનો સંચાર થાય આ માટે હું કાયમ કામ કરતો રહીશ પછી ચૂંટણી હોય કે ન હોય હું મારૂ કામ કરતો રહીશ.
લગ્ન પણ કર્યા નથી !!
કેદારનાથ પોતાના નિશ્ર્ચય નિર્ણયમાં અડગ છે એટલે પોતાના લક્ષ્યને હાંસલ કરવામાં કંઈ પાછી પાની કરતા નથી તેમણે પોતાના લક્ષ્ય માટે લગ્ન પણ કર્યા નથી અને ઘરને ત્યજી દીધું છે. તેમણે બે રંગનો પોતાનો ધ્વજ જાતે જ બનાવ્યો છે જેમાં લાલ અને કાળોરંગ જ છે. તેના ધ્વજમાં ૧૦ ટકા ભાગમાં લાલરંગ છે જે ‘પ્રકાશ’ને દર્શાવે છે જયારે બાકીના ભાગમાં કાળો રંગ ૯૦ ટકા છે આ કાળો રંગ અંધકારનું પ્રતિક છે. આપણો સમાજ ૯૦ ટકા અંધારામાં છે તેનું આ પ્રતિક છે.મારૂ લક્ષ્ય અંધકારમાં રહેલા ૯૦ ટકા લોકોને ‘પ્રકાશ’માં લાવવાનું છે.