Abtak Media Google News
  • અનેક વિકાસ કામો થાય છે છતા કયાંક કોઇ કચાશ કે ઢીલાસ રહી જાય છે: ભુપેન્દ્ર પટેલ
  • ભાવનગર મહાપાલિકાને રૂ. 69 કરોડ, જામનગર મહાપાલિકાને રૂ. 66 કરોડ અને જુનાગઢ મહાપાલિકાને રૂ.34 કરોડ ફાળવાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવજીવન સુરક્ષાને સૌથી પહેલી પ્રાયોરિટી આપવા સ્પષ્ટ તાકીદ કરી છે. માનવ જીવન સુરક્ષા સંદર્ભમાં કોઈ સમાધાન ન હોવું જોઈએ એમ પણ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. વિકાસની આપણી તેજ રફ્તારમાં વિકાસ જેના માટે છે એ માનવીઓનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યની નગરપાલિકા – મહાનગરપાલિકાઓમાં વિકાસના અનેક સારા કામો થયા છે. આમ છતાં, ક્યાંક કોઈ કચાશ કે ઢીલાશ રહી જાય છે. આ સ્થિતિ નિવારવા માટે પદાધિકારીઓ-અધિકારીઓને આહવાન કરતાં તેમણે કહ્યું કે, વિકાસ કામોની ગુણવત્તા-ક્વોલિટીનું સમયાંતરે મોનિટરિંગ સાથે બેસીને થાય તે જરૂરી છે.એટલું જ નહીં, પ્રજાજનોની નાની-નાની ફરિયાદો પર પણ ધ્યાન આપીને તેનું યોગ્ય અને ત્વરિત નિવારણ થાય તે જ વિકાસની સાચી દિશા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓને વિકાસ કામો માટે નાણાંની કોઈ કમી વડાપ્રધાન નરેન્દ્રભાઈના સુશાસનમાં રહી જ નથી તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, જે નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓ સારાં કામ કરે છે તેને વધુ વિકાસ કામો માટે લોકહિત કામો માટે વધુ નાણાંની જરૂરિયાત હશે તો તે પૂરી કરવા પણ રાજ્ય સરકાર તૈયાર છે.

મુખ્યમંત્રીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, અને સૌના પ્રયાસના ધ્યેય મંત્રને આગળ ધપાવવાની પ્રેરણા આપતા ઉમેર્યું કે, વડાપ્રધાનએ રોજિંદા જનજીવનમાં આપેલા મિશન લાઇફના આપેલા વિચારને સાકાર કરવા માટે ઘનિષ્ઠ વૃક્ષારોપણ નગરોમાં કરવું જરૂરી છે. તેમણે પર્યાવરણ અનુકૂલન વિકાસ સાથે સર્વગ્રાહી વિકાસ દ્વારા ગુજરાતને વિકસિત ભારતના સંકલ્પમાં અગ્રેસર રાખવા પણ આ તકે અનુરોધ કર્યો હતો.

મુખ્ય સચિવ રાજકુમારે ગુજરાતને દેશનું સૌથી અર્બનાઇઝ્ડ રાજ્ય ગણાવતા કહ્યું હતું કે, દેશમાં વધી રહેલા શહેરીકરણને ધ્યાને લઇને ગુજરાતના શહેરોમાં અદ્યતન સુવિધાઓ વિકસાવવા 2009-10માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં મૂકી હતી. ગુજરાતના શહેરોને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવા રાજ્ય સરકારે આ યોજના હેઠળ વર્ષ 2023-24 સુધીમાં રૂ. 38,000 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા કરેલા સંકલ્પને પરિપૂર્ણ કરવામાં ગુજરાતના વિકસિત શહેરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાતના વિવિધ શહેરોમાં આગવી ઓળખના વિવિધ કામો માટે રૂ. 25,000 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જે પૈકીના 90 ટકા કામો પૂર્ણ થયા છે. જ્યારે, રોડ રિસર્ફેસિંગના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મંજૂર કામોના 95 ટકા કામો પૂર્ણ થયા છે.

તેમણે કહ્યું કે, શહેરોના આઉટગ્રોથ વિસ્તારના વિકાસના 76 ટકા કામો પૂર્ણ થયા છે. અમૃત યોજના અંતર્ગત રૂ. 5167 કરોડના 452 કામો પૈકી 90 ટકા કામો પૂર્ણ થયા છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતના 6 શહેરોના વિકાસ માટે રૂ. 11,650 કરોડના 357 કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જે 90 ટકા પૂર્ણ થયા છે.

ગુજરાતે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત 8.57 લાખ આવાસોના કામ પૂર્ણ કરી અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે, ગુજરાતને આ માટે રાષ્ટ્રીય કક્ષાના વિવિધ 6 એવોર્ડ પણ મળ્યા છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ વેસ્ટ પાણીને રિસાઈકલ કરી, રાજ્ય સરકાર વાર્ષિક રૂ. 1,000 કરોડની આવક મેળવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચેક અર્પણ સમારોહ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. 673 કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂ. 516 કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ. 188 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ. 148 કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને રૂ. 69 કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂ. 66 કરોડ, જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ. 34 કરોડ અને ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. 35 કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત રાજ્યની ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 4 કરોડ, ‘બ’ વર્ગની 30 નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂ. 3 કરોડ, ‘ક’ વર્ગની 60 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 2.25 કરોડ અને ‘ડ’ વર્ગની 45 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 1.5 કરોડ એમ કુલ રૂ. 382 કરોડ સહિત સમગ્રતયા રૂ. 2,111 કરોડની ગ્રાન્ટના ચેક વિતરણ થયા હતા.

રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરો: કોંગ્રેસ

રાજકોટની ટીઆરપી ગેમ ઝોન ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોની પ્રથમ માસિક પુણ્યતિથીએ કોંગ્રેસ દ્વારા 25 જુનના રોજ  રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકારી પ્રદેશ પ્રમુખ  જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ અગ્નિકાંડને 14 દિવસ કરતા વધુ સમય થયો, હું 14 દિવસ રાજકોટ જ હતો ત્યાં પીડીતોના પરિવારની વેદના સાંભળી, પ્રાર્થના સભામાં ભાગ લીધો, શ્રધ્ધાંજલીના કાર્યક્રમો આપ્યાં, પીડીતો માટે મૌન પાળ્યું, પત્રિકા વિતરણ કરી, લોકસંપર્ક કર્યો હતો. સમગ્ર રાજકોટનું એક સુરે આજની તારીખે એવુ માનવું છે કે, અગ્નિકાંડમાં પણ તક્ષશીલા કાંડ અને મોરબી કાંડની માફક ન્યાય મળવાનો નથી. આખુ રાજકોટ એક સુરે આ વાત કહી રહ્યું છે. રાજકોટના રહેવાસીઓ અને પીડીત પરિવારજનો એવુ એટલા માટે માની રહ્યાં છે કે અગાઉ તક્ષશીલા કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, રાજકોટમાં કોરોના દરમ્યાન સ્વર્ણ હોસ્પિટલમાં લાગેલ આગમાં આઠ લોકોના મૃત્યુ પામ્યાની ઘટના અને વડોદરાની અગ્નિકાંડની ઘટના આવી એકપણ ઘટનામાં રાજ્યની સરકારે અને પોલીસે કસુરવાર મોટા અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓની ક્યારેય ધરપકડ કરી નથી અને એના કારણે આજે રાજકોટ શહેરમાં પીડીત પરિવારોમાં એવી લાગણી પ્રવર્તે છે આ કિસ્સામાં એમને કોઈપણ સંજોગોમાં ન્યાય મળવાનો નથી.

તેને અનેક સવાલો ઉઠાવ્યા છે જેવા કે, (1) કોની સુચનાથી અને કયા આશયથી રાજકોટ મ્યુનિ. કમિશ્નર અને પોલીસ કમિશ્નર દ્વારા આ ક્રાઈમસીનને ડિસ્ટર્બ કરવામાં આવ્યો ? (2)              પેટ્રોલીયમ એક્ટ હેઠળ ત્રીસ લીટરથી વધારે પેટ્રોલ રાખી શકાતો નથી ત્યાં ભયંકર મોટી સંખ્યામાં પેટ્રોલનો જથ્થો બરામદ થયો એ બાબતમાં હજી સુધી એફ.આઈ.આર.માં કલમ વધારાનો રીપોર્ટ કરીને પેટ્રોલીયમની કોઈ જ કલમનો ઉમેરો કરવામાં આવેલ નથી. (3) રાજકોટ વાસીઓના મુખે એવી ચર્ચા છે કે અત્યારે જે ઓફિસરો ઘટનાની તપાસ કરી રહ્યાં છે એ ઓફિસર પૈકીના બે માણસો બરાબર ઘટનાના ચોવીસ કલાક પહેલા એક જુગારની મેટરમાં તોડ કરી રહ્યાં હતાં. (4) જે લોકો દારૂ અને જુગારમાંથી કમાણી કરી છે એવા અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં આવ્યાં છે.

(5) એસ.આઈ.ટી. મોરબી કાંડમાં પણ બની હતી અને મોરબી કાંડની મેટર લડી રહેલા એડવોકેટ મિત્ર સાથે વાત થઈ એમણે કહ્યું કે મોરબી કાંડમાં દાખલ થયેલ ચાર્જસીટમાં એસ.આઈ.ટી.ના રીપોર્ટને મુકવામાં આવેલ નથી. મતલબ કે આ એસ.આઈ.ટી.ના રીપોર્ટનું તક્ષશીલા કાંડ, મોરબી કાંડ કે અગ્નિ કાંડ જેવી ઘટનામાં આપણે પાણીપુરી ખાતા હોઈએ અને એ વખતે હાથમાં કાગળ પકડાવે એનાથી વિશેષ કઈ રહેતુ નથી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.