સરકાર ડિજિટલ પેમેન્ટ માટે વિવિધ પ્લેટફોર્મોને સહાય પૂરી પાડશે, ડિજિટલ ઇકોનોમીને વધુ મક્કમ બનાવવા સરકારનો લક્ષ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના સ્વપ્નને સાકાર કરવા માટે વિવિધ ક્ષેત્રમાં અનેક નવીનતમ પગલાઓ સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે ત્યારે ડિજિટલ ટેકનોલોજી અને ડિજિટલ પેમેન્ટને પણ આગળ ધપાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેતું હોય છે. એના માટે સરકારે ડિજિટલ ઇન્ડિયા ની પણ રચના કરી લોકો વધુને વધુ ડિજિટલ પેમેન્ટ તરફ આકર્ષાય અને ડિજિટલ ઇકોનોમીને વધુ મજબૂત બનાવે તે દિશામાં અનેક વિકાસલક્ષી પગલાંઓ પણ લીધેલા છે.

કારનું માનવું છે કે આવનારા સમયમાં ડિજિટલ પેમેન્ટ દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક એક અફવા સામે આવી હતી કે હવે ડિજિટલ પેમેન્ટ ઉપર લોકોએ ચાર્જ આપવો પડશે જે આપવાને નાણામંત્રીએ નકારી કાઢી હતી અને હૈયા ધારણા આપી હતી કે હવે ઓનલાઇન પેમેન્ટ ઉપર કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં જે સામાન્ય નાગરિક અને ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધતા લોકો માટે સૌથી મોટા રાહતના સમાચાર છે.

કેન્દ્ર સરકાર વધુને વધુ ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયેલા પ્લેટફોર્મ ને આવકારવા માટે આગળ આવી રહ્યું છે અને તેઓને અનેકવિધ પ્રકારની આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવશે. કાનો માનવું છે કે તેઓને જે ખર્ચ લાગે છે તેની ભરપાઈ ડિજિટલ પેમેન્ટ ના પ્લેટફોર્મ ઉપર નહીં પરંતુ અન્ય કોઈ ક્ષેત્રમાંથી કાઢવામાં આવશે પરંતુ હાલ ડિજિટલ અર્થ વ્યવસ્થા ને વધુ વિકસિત કરવા માટે સરકાર દ્વારા પ્રોત્સાહન આપતા પગલાઓ જ લેવામાં આવશે અને લોકોને પણ ડિજિટલ પેમેન્ટ કરવા પાછળ પ્રેરિત કરાશે.

ડિજિટલ પેમેન્ટ કરવા માટે હવે મધ્યમ વર્ગની સાથો સાથ નાના લોકો પણ આગળ આવી રહ્યા છે અને આંકડાકીય માહિતી મુજબ જુલાઈ માસમાં છ બિલિયન જેટલા નાણાકીય વ્યવહારો ડિજિટલ પ્લેટફોર્મ મારફત થયા હતા. આવનારા દિવસોમાં પણ વધશે કારણ કે દિન પ્રતિદિન લોકો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધુને વધુ કરી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટ ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે નાણાકીય સહાય આપવાનો નિર્ધાર કર્યો હતો અને ચાલુ વર્ષે પણ સરકાર દ્વારા આ તમામ પ્લેટફોર્મોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ડિજિટલ પેમેન્ટને વધુને વધુ પ્રોત્સાહન મળી રહે અને લોકો દ્વારા તેનો વપરાશ વધે. હવે કોઈ પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન લોકો દ્વારા કરવામાં આવશે તો તેના ઉપર એક પણ પ્રકારનો ચાર્જ વસૂલવાવા આવશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.