રેલીંગ વાળી સુરક્ષિત અગાશી પર કે ખુલ્લા મેદાનમાં જ પતંગ ઉડાવવી અને અરીસાથી પક્ષી પર પ્રતિબંધ ન પાડવા સહિતની બાબતોનો પરિપત્રમાં ઉલ્લેખ
રાજકોટ શહેરની સરકારીને ખાનગી પ્રાથમિક,માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળામાં મકરસંક્રાંતિ પર્વની સમજ ઉજવણી કક્ષા તકેદારી વિશેની સમજ શિક્ષકો બાળકોને આપશે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દરમાસે આવતાં તહેવારો,વિશેષ દિવસની શાળામાં ઉજવણી કરવાનો પરિપત્ર કર્યો છે. રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ ઉતરાયણ નિમિતે પરિપત્ર બહાર પાડીને બાળકોને સાવચેતીના પગલાની કરવા જણાવાયું છે.
૧૪ જાન્યુઆરીના દિવસે આપણા દેશમાં મકરસંક્રાંતિના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવારને મકસંક્રાંતિ (ઉત્તરાયણ)શા માટે કહેવામાં આવે છે તે માટે પૃથ્વીની ગતિ અને ધ્રુવ પરિવર્તનને લગતી ભૌગોલિક સમજ, આદિવસે દાન-પુણ્યનું અનેરું મહત્વ તથા પતંગ ચગાવવાની પંરપરા અને સાથે તે દિવસે પૌષ્ટિક ખોરાક જેવો કે તલ, દાળિયાની ચીકી, શેરડી, લીલા ચણા, બોર વગેરે ખાવાથી સ્વાસ્થ્યમાં થતાં લાભ આમ આ તહેવારની ઉજવણી વિશે બાળકોમાં સાચી સમજ આવે અને પ્રવૃતિઓ કરવામાં તકેદારી રાખવામા આવે તો આ ઉજવણી મજાને બદલે સજા બની રહેતી હોય છે.માટે નીચેની બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક હોય છે.
આ તહેવારના દિવસે નાના બાળકોના સ્વાસ્થયને નુકશાન થાય તેવી વસ્તુની લાણી/દાન ન કરીએ, પશુઓને (ગાયોને) વઘારે પડતો લીલો ચારો કે અનાજની ઘુઘરી, દાણ -ખાણ એક જ દિવસે ન આપીએ કારણકે તેને કારણે પશુનું સ્વાસ્થય બગડે અને જીવલેણ સાબિત થતું હોય આપની ભાવના મુજબ ગૌશાળા/પાંજરાપોળના માધ્યમ દ્વારા દાન આપીએ, આ દિવસે પતંગ ચગાવવાનું અનેરૂ મહત્વ હોવાથી વહેલી સવારે તથા સાંજના સમયે પતંગ ન ચગાવીએ કારણકે આ સમે આકાશમાં પક્ષીઓને ચણ નાખવામા આવે છે.તે વિસ્તારમા પતંગ નચગાવીએ, રેલીંગવાળી સુરક્ષીત અગાસી પર કે ખુલ્લા મેદાનમાંથી જ પતંગ ચગાવીએ, આગાશી પર મોટા અવાજવાળા લાઉડ સ્પીકર, બ્યુગર, દેશી પપુડા વગાડી ધ્વની પ્રદુષણ ન કરીએ તથા સામેવાળા ઉશ્કેરાય તેવા શબ્દોન બોલીએ અને કાયમી દુશ્મનાવટના બીજ ન રોપીએ તેમજ બિનજરૂરી ઘોંઘાટને કારણે આરામ કરતા પક્ષીઓ ભયભીત થઈને આકાશ થઈને આકાશમાં ઉડાઉડ ન કરે તે ધ્યાન રાખીએ, રીફલેકશન ગ્લાસ (અરીસા) દ્વારા પક્ષી પર પ્રતિબિંબ ન પાડીએ પતંગના દોરાથી જો કોઈ પક્ષીને ઈજા થાય તો એનીમલ કરે હેલ્પલાઈન/કરૂણા સેન્ટર પર ફોન કરીને તેનો જીવ બચાવા પ્રયત્ન કરીએ તથા પ્રાર્થનાસભામાં કરૂણા ફાઉન્ડેશનની સી.ડી બાળકોને બતાવીને બાળકોમાં જીવદયાનો ભાવ જગાવીએ પતંગ લુંટવા કે કપાયેલ પતંગ પકડવા માટે રસ્તા પર દોડા દોડી ન કરીએ તથા બીજાના પતંગ અટવાયેલા હોય તો તેને આંબવાનું જોખમ ન લઈએ.
આદિવસે રસ્તા પર ખુલ્લા વાહનમાં મુસાફરી કરતી વખતે પતંગની દોરીથી નુકશાન ન થાય તે માટે ગળા પર દુપટ્ટો કે મફલર વિટળાવીને નીકળીએ તથા ખુલ્લા વાહનમાં દોરીથી બચવા ગાર્ડનો ઉપયોગ કરીએ, ઘુંચવાયેલ દોરાને, તુકલ, પ્લાસ્ટીકના પતંગ અને પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ ન કરીએ, તહેવારની પૂર્ણાહુતિ બાદ ઝાડ પર કે ઈલેકટ્રીક થાંભલા પર અટવાય ગયેલા દોરા અને પતંગો વિજપ્રવાહ બંધ હોય ત્યારે તાલીમબધ્ધ માણસો દ્વારા યોગ્ય નિકાલ કરાવીએ જેથી પક્ષીઓને તે ઉડવામાં અડચણ રૂપ ન થાય, આમ, મકરસંક્રાંતિ તહેવાર વિશે બાળકોમાં સાચી સમજ આપીને અકસ્માતોને નિવારી શકાય તે માટે શાળામાં પ્રાર્થના સભામાં બાળકોને સાચી સમજ આપવી જરૂરી છે.