એબી બ્લડ ગ્રૂપ ધરાવતા લોકોને હૃદયરોગની બીમારી વધુ !!!
હાલ તબીબી ક્ષેત્રે ખૂબ મોટા રિચાર્જ થઇ રહ્યા છે અને તેનાથી લોકો અને તબીબોને ઘણો એવો ફાયદો પણ પહોંચે છે ત્યારે એક જે સર્વે અને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો તેમાં એ વાતની સ્પષ્ટતા થઇ રહી છે કે હવે તમારા લોહીના પ્રકાર દ્વારા તમને હૃદય રોગનું જોખમ છે કે કેમ તે નક્કી થઈ શકશે. રિસર્ચ હાથ ધરવામાં આવ્યો તેમાં એ વાતની સ્પષ્ટતા કરાઈ છે કે એબી બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં હ્રદયરોગનું જોખમ અન્ય બ્લડ ગ્રુપ કરતાં વધુ હોય છે. નહીં જે લોકો અને બ્લડ ગ્રુપ છે અથવા બી હોય તેમને પણ હૃદય રોગનું જોખમ વધુ હોય ઓ બ્લડ ગ્રુપ ની સરખામણીમાં.
તબીબો દ્વારા છેલ્લા 20 વર્ષથી આ મુદ્દે અનેક રિસર્ચ હાથ ધરવામાં આવ્યા હતા અને 90 હજાર લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં એ વાતની સ્પષ્ટતા થઇ કે 23 ટકા હૃદય રોગ થવાના ચાન્સ એબી બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં વધુ છે. બી બ્લડ ગ્રૂપ ધરાવતા લોકોમાં 11% અને એ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં પાંચ ટકા હૃદય રોગનું જોખમ જોવા મળ્યું છે. તબીબોએ જણાવ્યું હતું કે લોકો તેમનું બ્લડ ગ્રુપ બદલી શકતા નથી પરંતુ તેઓ હૃદયરોગના હુમલાથી બચી શકે તે માટેની તૈયારીઓ ચોક્કસ કરી શકે છે માત્ર ને માત્ર જરૂર એ વાતની છે કે લોકોને તેમના બ્લડ ગ્રુપ વિશે માહિતી હોય. બીજી તરફ બ્લડ ગ્રુપની સાથોસાથ તબીબોનું માનવું છે કોએ તેમના કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર અંગે પણ માહિતી મેળવવી જોઇએ જો આ કરવામાં તેઓ સફળ નીવડે તો તેઓને કાર્ડિઓ વાસ્ક્યુલર બીમારીથી તેમનો બચાવ શક્ય બને છે એટલું જ નહીં તેમની લાઈફ સ્ટાઈલમાં પણ જો સુધારો થાય તો પણ ઘણાખરા ફાયદાઓ તેમને પહોંચે છે અને હ્રદયરોગ જેવી ગંભીર બીમારીથી પણ તેઓ સંપૂર્ણ રીતે બચી શકે છે.
જીવનશૈલીની સાથોસાથ ખાવા પીવામાં બદલાવ લાવવાથી હૃદયરોગની બીમારીથી બચી શકાય
તબીબોનું માનવું છે કે લોકો તેમનું બ્લડ ગ્રુપ બનાવી શકતા નથી પરંતુ તેમના બ્લડ ગ્રુપ ને ધ્યાને લઇ તેઓ તેમના જીવનમાં જો તપાસ કરે તો આ ગંભીર બિમારીથી તેઓ બચી શકે છે જેમાં સર્વપ્રથમ લોકોએ પોષણયુક્ત ખોરાક, દરરોજ વ્યાયામની સાથે ધુમ્રપાન અને દારૂ થી દૂર રહેવું જોઈએ. આ પ્રથમ ચરણમાં લોકો આ તમામ પગલાઓ લેતા થાય તો તેમનામાં હૃદયરોગ થવાની બીમારી નહિવત્ બની જતી હોય છે. નહિ લોકોએ તણાવયુક્ત જીવન તી પણ એટલું જ દૂર રહેવું જરૂરી છે જેના માટે એ પોતાની જીવનશૈલીમાં બદલાવ લાવો એટલો જ જરૂરી છે. લોકો તેલવાળી વસ્તુ અથવા તો ખાંડ વાળી વસ્તુ નો ત્યાગ કરે તેમને પણ હૃદય રોગની બીમારી થવાના ચાન્સ ઘટી જતા હોય છે.