રેલવેમાં કોઈ ખાદ્ય સામગ્રી ખરીદો ત્યારે વેપારીને બિલ આપવું જરૂરી છે. જો કોઈ વેપારી બિલ આપવામાં આનાકાની કરે તો ગ્રાહકે બિલ આપવાની કોઈ જરૂર નથી. રેલવે વિભાગે દેશભરમાં રેલવે સ્ટેશન પર નો બિલ નો પેમેન્ટની નીતિ લાગુ કરી દીધી છે.

 

જો તમે રેલવેમાં મુસાફરી કરતા હોય તો તમારા માટે સારા સમાચાર છે. હવેથી રેલવે સ્ટેશન કે રેલવેમાં કોઈ ખાદ્ય સામગ્રી ખરીદો ત્યારે વેપારીને બિલ આપવું જરૂરી છે. જો કોઈ વેપારી બિલ આપવામાં આનાકાની કરે તો ગ્રાહકે બિલ આપવાની કોઈ જરૂર નથી. રેલવે વિભાગે દેશભરમાં રેલવે સ્ટેશન પર નો બિલ નો પેમેન્ટની નીતિ લાગુ કરી દીધી છે. જેના હેઠળ રેલવેસ્ટેશન અને ટ્રેનમાં વેપારીએ બિલ આપવું જરૂરી છે. જો બિલ ન આપે તો ગ્રાહકે ખરીદેલો સામાન મફત સમજવો. જો તમને બિલ ના મળે તો પીયુષ ગોયલે બતાવ્યું છે કે તમારે શું કરવું જોઈએ. પીયુષ ગોયલે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે જો તમને બિલ આપવામાં આવતું નથી તો વેન્ડરે મફત ખાવાનું આપવું પડશે. એનો મતલબ એ થયો કે પીઓએસ મશીનથી ચૂકવણી કરવા પર કોઈ તમારી સાથે દગાખોરી કરી શકશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.