સુપ્રીમ કોર્ટે બુધવારે નિર્દેશ આપતાં કહ્યું કે, 1લી એપ્રિલ 2020થી દેશમાં એકપણ જગ્યાએથી BS-IV વાહનોના વેચાણ કે રજીસ્ટ્રેશન નહીં થાય.આ પહેલાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે એપ્રિલ 2020થી ભારતમાં BS-VI નિયમોનું પાલન નહીં કરનારા વાહનોના વેચાણ અને નિર્માણ પર પ્રતિબંધ લાગી જશે.કેન્દ્રએ કહ્યું હતું કે BS-VI નોમ્સનું પાલન નહીં કરનારા વાહન સ્વચ્છ ઈંધણનો ઉપયોગથી થનારા ફાયદાને ઓછા કરશે.
સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલી એક એફિડેવિટમાં પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે કહ્યું હતું કે ડીઝલની અલગ અલગ કિંમતો અને પ્રાઈવેટ વાહનો માટે ઈંધણની અલગ અલગ કિંમત નક્કી કરવી સંભવ નથી.મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત સ્ટેજ-6ના નિયમોનું પાલન નહીં કરનારા વાહનોના વેચાણ અને નિર્માણને કારણે 28 હજાર કરોડ રૂપિયાના રોકાણ પર વિપરિત અસર પડશે. ભારતે સ્ટેજ-6 ફ્યૂલ બનાવવા માટે આ રકમ ખર્ચ કરી છે.
No Bharat Stage-IV (BS-IV) vehicle will be sold and registered across the country after 1st April, 2020: Supreme Court pic.twitter.com/IGCKMrdKqn
— ANI (@ANI) October 24, 2018